• 11 દિવસથી ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે દિવસ-રાત મહેનત કરી છે
  •  ઓપરેશન પૂર્ણ કરવામાં હજુ 30 થી 40 કલાકનો સમય લાગી શકે છે
  • પાઈપ દ્વારા કામદારોને રાત્રિભોજન મોકલવામાં આવ્યુ હતુ

ઉત્તરાખંડ સરકાર અને સુરક્ષા એજન્સીઓએ 11 દિવસથી ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે દિવસ-રાત મહેનત કરી છે. જો કે, ઓપરેશન પૂર્ણ કરવામાં હજુ 30 થી 40 કલાકનો સમય લાગી શકે છે. ટનલમાં 8 રાજ્યોના 41 મજૂરો ફસાયા છે. દરમિયાન, કામદારોને જમવામાં પુલાવ અને મટર-પનીર મોકલવામાં આવ્યુ છે. પાઈપ દ્વારા કામદારોને રાત્રિભોજન મોકલવામાં આવ્યુ હતુ.

12 નવેમ્બરે અચાનક લેન્ડ સ્લાઈડ થઈ હતી 

ઉત્તર કાશીના સિલ્ક્યારામાં ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. 12 નવેમ્બરે અચાનક લેન્ડ સ્લાઈડ થઈ હતી અને કાટમાળ તૂટીને ટનલમાં ઘૂસી ગયો હતો. આ ઘટનામાં સુરંગની અંદર 41 કામદારો ફસાયા હતા. ત્યારથી સરકાર અને સુરક્ષા એજન્સીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. દિલ્હીથી નોર્વેના નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. સોમવારે પ્રથમ વખત કામદારોને ભોજન મોકલવામાં આવ્યું હતું. આ પહેલા ડ્રાય ફ્રૂટ્સ અને અન્ય વસ્તુઓ મોકલવામાં આવી રહી છે. કામદારોને અંદર પૂરતી હવા મળી રહે તે માટે ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ પણ અંદર મોકલવામાં આવી રહી છે. મંગળવારે, પ્રથમ વખત, એન્ડોસ્કોપિક ફ્લેક્સી કેમેરામાં કામદારોની તસવીરો કેદ કરવામાં આવી હતી અને તેમની મુલાકાત પણ લેવામાં આવી હતી.

'દર કલાકે ખોરાક મોકલવામાં આવે છે'

રસોઈયા સંજીત રાણાએ જણાવ્યું કે ડોક્ટરની દેખરેખમાં ઓછા તેલ અને મસાલા સાથે ભોજન તૈયાર કરવામાં આવે છે. જેથી તે સરળતાથી પચી શકે. રાત્રે કામદારોને ભોજનના 150 પેકેટ મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ફળો દિવસ દરમિયાન મોકલવામાં આવ્યા હતા. કામદારોને દર કલાકે ભોજન આપવામાં આવી રહ્યું છે. સવારે ફળો મોકલવામાં આવ્યા હતા, ખીચડી, દાળ, સાબુદાણા, સોયાબીન બોટલોમાં પેક કરીને કામદારોને પહોંચાડવામાં આવી રહ્યા છે. 6 ઈંચ પહોળી પાઈપલાઈન કામદારો સુધી પહોંચી ગઈ છે.

8 રાજ્યોના 41 મજૂરો ટનલમાં ફસાયા

સિલ્ક્યારા ટનલમાં ઉત્તરાખંડના 2, હિમાચલ પ્રદેશના 1, યુપીના 8, બિહારના 5, પશ્ચિમ બંગાળના 3, આસામના 2, ઝારખંડના 15 અને ઓડિશાના 5 મજૂરો ફસાયા છે. ટનલમાંથી કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે એક સાથે અનેક યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. આડી અને ઊભી એમ બંને બાજુથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જ્યાં કામદારો ટનલમાં ફસાયા છે. ત્યાં, ટેકરી ઉપરથી સુરંગ સુધી પહોંચવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્રણ બાજુથી ડ્રિલ કરવાની યોજના છે. સિલ્કિયારા અને બારકોટથી ડ્રિલિંગ ચાલુ છે. એટલે કે આડી અને ઊભી એમ બંને બાજુથી ખોદકામનું કામ ચાલી રહ્યું છે. 170 મીટર લંબરૂપ હોરીઝોન્ટલ ડ્રિલિંગની પણ યોજના છે.

મજૂરોને હેમખેમ કાઢવાની આ યોજના

પહાડની ટોચ પરથી સીધુ ખોદકામ કરીને પ્લેટફોર્મ બનાવવાની કામગીરી આજે પૂર્ણ કરવામાં આવશે. મશીનો 45 મીટર સુધી પહોંચી ગયા છે, પરંતુ ખોદકામ 86 મીટર કરવું પડશે.  સુરંગના બરકોટ મુખથી એક રેસ્ક્યુ ટનલ બનાવવામાં આવી રહી છે, જો અન્ય બચાવ યોજના નિષ્ફળ જશે તો તેના દ્વારા કામદારોને બહાર કાઢવામાં આવશે, આ ટનલ 8 મીટરથી વધુ બનાવવામાં આવી છે. ટનલના બંને છેડા વચ્ચે કામદારો ફસાયેલા છે. આથી સિલ્કિયારા અને બારકોટના બંને છેડેથી ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. વાયુસેનાના એક સી-17 અને બે સી-130 જે એરક્રાફ્ટ પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. જટિલ મશીનો પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે. 

  • Follow us on: