ઉત્તરાખંડના પૌરી જિલ્લામાં થયેલ બસ અકસ્માતમાં મોતનો આંકડો વધીને 6 થયો છે. જેમાં એક જ ગામના એક દંપતી, એક માતા અને પુત્રનો સમાવેશ થાય છે. બસ પૌડીથી ડેલચૌરી જઈ રહી હતી. અકસ્માતમાં સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પૌડીના ડીએમ ડૉ. આશિષ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ઘટનાની માહિતી મળતાં, આરોગ્ય વિભાગે જિલ્લા હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા કરી હતી. હાલ 5 ઇજાગ્રસ્તોને એઇમ્સ ઋષિકેશમાં રિફર કરવામાં આવ્યા છે.


વહીવટી ટીમ ઘટના સ્થળે

પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પૌડીના ડીએમ ડૉ. આશિષ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ઘટનાની માહિતી મળતાં, આરોગ્ય વિભાગે જિલ્લા હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા કરી. તે જ સમયે, સારવાર અને બચાવ માટે પાંચ 108 અને ચાર એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી.

બપોરે 3 વાગે થયો અકસ્માત 

પૌરી જિલ્લામાં પૌડી-સત્યખાલ મોટર રોડ પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. પોલીસ અને વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, એક બસ પૌરીથી ડેલચૌરી જઈ રહી હતી. જે અચાનક કાબુ બહાર થઈ ગયું અને બપોરે લગભગ ત્રણ વાગ્યે ક્યાર્ક અને ચુલધર વચ્ચે ખાડામાં પડી ગઇ હતી.  બસ ખાડામાં પડતાની સાથે જ સ્થાનિક ગ્રામજનોએ મુસાફરોની ચીસો સાંભળી અને બચાવ માટે દોડી આવ્યા હતા. 

બહુ મોડી આવી 108- ગ્રામજન

કોઠાર ગામના રહેવાસી ભાસ્કર બહુગુણાએ જણાવ્યું કે બસ અકસ્માતગ્રસ્ત થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. લોકો ખાનગી વાહનોમાં દર્દીઓને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા લાગ્યા. ઘણા સમય પછી 108, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો આવી હતી. તેમણે કહ્યું કે અકસ્માત અંગે જિલ્લા હોસ્પિટલમાં વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ છે.

ઘટનાસ્થળે 5 મોત 

પૌડીના ડીએમ ડૉ. આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 22 ઘાયલોને બેઝ હોસ્પિટલ શ્રીનગરમાં રિફર કરવામાં આવ્યા છે અને એસડીએમ શ્રીનગર અને હોસ્પિટલ પ્રશાસનને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જ્યાં એક ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

  • Follow us on: