• ઉત્તરાખંડના જંગલોમાં લાગી છે આગ
  • સુપ્રિમ કોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને કર્યા સવાલ
  • ફંડને લઇને કરી ટીકા

ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવા મામલે સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કેન્દ્રને પૂછ્યુ કે તેમણે જરૂર મુજબ ફંડ રાજ્યને કેમ ન આપ્યું. તો બીજી તરફ રાજ્ય સરકાર તરફથી ફંડનો વ્યવસ્થિત ઉપયોગ ન કરવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

જરૂરિયાત મુજબ ફંડ આપ્યુ કેમ નહી ?

કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે તેણે રાજ્યને જરૂરિયાત મુજબ ફંડ કેમ ન આપ્યું. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા ભંડોળના યોગ્ય ઉપયોગ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ સાથે કોર્ટે વન વિભાગના અધિકારીઓને પણ ચૂંટણી ફરજ પર મુકવામાં આવ્યા હોવાની પણ ટીકા કરી હતી. કોર્ટે ઉત્તરાખંડના મુખ્ય સચિવને શુક્રવારે રૂબરૂ હાજર રહીને જવાબ આપવા જણાવ્યું હતું.

ફંડને લઈને કેન્દ્ર સરકારની ટીકા કરી

મહત્વનું છે કે પહાડી રાજ્ય ગયા વર્ષે 1 નવેમ્બરથી સેંકડો સક્રિય જંગલોમાં લાગેલી આગ સામે લડી રહ્યું છે. જેના કારણે લગભગ 1,145 હેક્ટર જંગલને નુકસાન પહોંચ્યુ છે. સુપ્રીમ કોર્ટ મે મહિનાની શરૂઆતથી ઉત્તરાખંડમાં જંગલમાં લાગેલી આગ અંગેની અરજીઓ પર સુનાવણી કરી રહી છે. અરજીઓ મુજબ રાજ્યમાં ઓછામાં ઓછી 910 ઘટનાઓ બની છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની એ હકીકત પર પણ ટીકા કરી હતી કે 10 કરોડ રૂપિયાની માંગની સામે ઉત્તરાખંડને જંગલમાં લાગેલી આગનો સામનો કરવા માટે માત્ર 3.15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

ચૂંટણી ફરજ પર વન અધિકારી નહી રહે

કોર્ટે સવાલો કરતા કહ્યું કે શા માટે પૂરતું ભંડોળ આપવામાં આવ્યું ન હતું? આગ વચ્ચે તમે વન કર્મચારીઓને ચૂંટણી ફરજ પર કેમ મૂક્યા?" છેલ્લી સુનાવણીમાં, ટીકાનો સામનો કરી રહેલા રાજ્યએ કહ્યું હતું કે મતદાન મથકો પર તૈનાત વન અધિકારીઓને તેમની ફરજ પર પાછા બોલાવવામાં આવ્યા છે. રાજ્યના કાનૂની પ્રતિનિધિએ આજે ​​બપોરે જણાવ્યું હતું કે મુખ્ય સચિવે અમને હવે કોઈ પણ વન અધિકારીને ચૂંટણી ફરજ પર નિયુક્ત ન કરવાનો નિર્દેશ આપ્યો છે.


  • Follow us on: