• ઉત્તરાખંડના જંગલોમાં આગથી રાહત
  • ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ
  • જંગલોમાં આગ બુઝાતા લીધો રાહતનો શ્વાસ

ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગી છે. આગને ઓલવવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડ સરકાર આ બાબતે એક બાદ એક એક્શન લઇ રહી છે ત્યારે હવે વરસાદી માહોલ જોવા મળતા રાહતની લાગણી અનુભવાઇ છે.

વરસાદથી રાહત

ઉત્તરાખંડના ઉત્તરકાશી, બાગેશ્વર, અલમોડા, સોમેશ્વરમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. આ વિસ્તારોમાં મુશળધાર વરસાદ અને કરા પડ્યા હતા. તો બીજી તરફ વરસાદી માહોલને કારણે બાગેશ્વરના જંગલોમાં લાગેલી આગ શાંત થઇ ગઇ છે. વરસાદ અને કરા પડવાને કારણે આસપાસના વિસ્તારોમાં લાગેલી આગ ઓલવાઈ હતી અને લોકોએ ધુમાડાથી પણ રાહત મેળવી હતી.

કુમાઉન, બાગેશ્વરના જંગલોમાં આગ

મહત્વનું છે કે ઉત્તરાખંડના બાગેશ્વર, નૈનિતાલ અને અલમોડાના જંગલો આગથી સળગી રહ્યા છે. આગની જ્વાળાઓ એટલી પ્રબળ હતી કે તેને કાબૂમાં રાખવી મુશ્કેલ હતી. રાજ્યના કુમાઉ અને ગઢવાલ બંને વિભાગોમાં આગ એટલી ફેલાઈ ગઈ હતી કે ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો. અનેક જગ્યાએ આગના કારણે રહેણાંક વિસ્તારોમાં લોકો માટે રહેવું મુશ્કેલ બન્યું હતું. ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.


સેનાની લેવાઇ હતી મદદ

જંગલમાં લાગેલી આગને બુઝાવવા માટે સેનાને પણ બોલાવવામાં આવી હતી. . હેલિકોપ્ટર દ્વારા પાણી ભરીને આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા પરંતુ વહીવટીતંત્રના તમામ પ્રયાસો નિરર્થક સાબિત થઈ રહ્યા હતા. દરમિયાન બુધવારે ભગવાન ઈન્દ્રના આશીર્વાદથી જંગલોમાં લાગેલી આગ શાંત થઈ ગઈ હતી. આ વિસ્તારમાં આગના કારણે સર્જાયેલા ધુમાડાથી પણ વરસાદે લોકોને રાહત આપી છે. મહત્વનું છે કે જંગલમાં લાગેલી આગ કાબુમાં આવતાં વનવિભાગ અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જેના કારણે આ વિસ્તારના લોકો આતંકના છાયામાં જીવવા મજબૂર બન્યા હતા. વરસાદના કારણે હવે આ વિસ્તારમાં ભેજ છે.


  • Follow us on: