સુપ્રીમ કોર્ટે નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 6A ને બંધારણીય જાહેર કરી છે, CJIની આગેવાની હેઠળની 5 ન્યાયાધીશોની બેન્ચે 4:1ની બહુમતીથી ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ સુંદરેશ અને જસ્ટિસ મનોજ મિશ્રાએ 6Aને બંધારણીય માન્યતાની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જ્યારે જસ્ટિસ જેપી પારડીવાલાએ તેને ગેરબંધારણીય ગણાવ્યો છે.
કોર્ટે તરફેણમાં આપ્યો ચુકાદો
CJI ચંદ્રચુડે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આસામ સમજૂતી ગેરકાયદેસર શરણાર્થીઓની સમસ્યાનો રાજકીય ઉકેલ હતો અને તેમાં કલમ 6A એ કાયદાકીય ઉકેલ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આ અધિનિયમને અન્ય વિસ્તારોમાં પણ લાગુ કરી શકી હોત પરંતુ આવુ ન થયુ. કારણ કે તે આસામ માટે અદ્રિતીય હતું. કોર્ટે માન્યું કે 6A હેઠળ 25 માર્ચ, 1971ની કટ ઓફ તારીખ સાચી હતી. આઝાદી પછી પૂર્વીય પાકિસ્તાનથી આસામમાં ભારતના બાકીના ક્ષેત્રોની તુલનામાં વધારે પ્રવાસ હતો. કોર્ટે કહ્યું કે કલમ 6A ન તો સમાવેશી છે અને ન તો વધારે. મહત્વનુ છે કે ગયા વર્ષે 12 ડિસેમ્બરે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. CJI એ કહ્યું કે આસામ સમજૂત એ વધતા જતા સ્થળાંતરના મુદ્દાનો રાજકીય ઉકેલ હતો, જ્યારે 6A એ કાયદાકીય ઉકેલ હતો.
અરજીમાં શું કરવામાં આવી હતી દલીલ
- અરજદારની દલીલ છે કે 6A ગેરબંધારણીય છે કારણ કે તે બંધારણના અનુચ્છેદ 6 અને 7 કરતાં નાગરિકતા માટે અલગ તારીખો નક્કી કરે છે. સંસદની અલગ-અલગ તારીખો નક્કી કરવાની ક્ષમતા બંધારણમાં છે.
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક નાગરિકે ભારતના કાયદા અને બંધારણનું ફરજિયાતપણે પાલન કરવું જોઈએ. નાગરિકતા આપતા પહેલા વફાદારીના શપથનો દેખીતો અભાવ એ કાયદાનું ઉલ્લંઘન નથી. કોર્ટે કહ્યું, અમે દખલ કરવા તૈયાર નથી. S6A કાયમી ધોરણે કામ કરતું નથી. 1971 પછી દાખલ થયેલા લોકોને નાગરિકતા આપી શકાતી નથી.
- SCએ જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી, 1966 અને માર્ચ 24, 1971 વચ્ચે આવેલા ઇમિગ્રન્ટ્સ માટે નાગરિકતાના નિયમો કાયદા સાથે સુમેળપૂર્ણ ભૂમિકા માટે બનાવવામાં આવ્યા હતા. S6A એવા લોકોને દેશનિકાલ કરવાની મંજૂરી આપે છે જેઓ કટ ઓફ ડેટ પછી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે. એવું કહી શકાય નહીં કે ઇમિગ્રેશનને કારણે આસામના નાગરિકોના મતદાન અધિકારો પર અસર પડી છે. અરજદારો કોઈપણ અધિકારના ઉલ્લંઘનને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે.
- કોર્ટે કહ્યું કે, S6A ને પ્રતિબંધાત્મક રીતે સમજવાની જરૂર નથી કે કોઈ પણ વ્યક્તિને શોધી શકાય છે અને માત્ર વિદેશી અધિનિયમ હેઠશ શોધીને દેશનિકાલ કરી શકાય છે. કોર્ટે વધુમાં કહ્યું કે અમને કોઈ કારણ દેખાતું નથી કે વિદેશીઓને શોધવાના ઉદ્દેશ્યથી IEAA હેઠળ વૈધાનિક ઓળખનો ઉપયોગ 6A સાથે સંયોજનમાં કેમ નથી કરી શકાતો. IEAA અને 6A વચ્ચે કોઇ વિરોધ નથી. IEAA અને કલમ 6Aને સુમેળમાં વાંચી શકાય છે.
નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 6A શું છે?
નાગરિકતા અધિનિયમ 1955 ની કલમ 6A ભારતીય મૂળના વિદેશી શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મેળવવાનો અધિકાર આપે છે જેઓ 1 જાન્યુઆરી, 1966 પછી પરંતુ 25 માર્ચ, 1971 પહેલા ભારતમાં આવ્યા હતા. આ જોગવાઈ 1985 માં આસામ સમજૂતી પછી સમાવવામાં આવી હતી, જે ભારત સરકાર અને આસામ ચળવળના નેતાઓ વચ્ચેની સમજૂતી હતી. વાસ્તવમાં, આસામ આંદોલનના નેતાઓ બાંગ્લાદેશથી આસામમાં ગેરકાયદેસર શરણાર્થીઓને હટાવવાની માંગ કરી રહ્યા હતા. આમાં 25 માર્ચ 1971ની કટ-ઓફ તારીખ ઉમેરવામાં આવી હતી જ્યારે બાંગ્લાદેશમાં આઝાદીની લડતનો અંત આવ્યો હતો.
આસામના કેટલાક સ્થાનિક જૂથોએ આ જોગવાઈને પડકારી હતી, અરજદારોએ દાવો કર્યો હતો કે આ કલમ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશતા લોકોને કાયદેસર બનાવે છે. અરજદારોએ માગણી કરી હતી કે અદાલત કલમ 14, 21 અને 29નું ઉલ્લંઘન માનીને કલમ 6Aને ગેરબંધારણીય જાહેર કરે, પરંતુ 5 ન્યાયાધીશોની બેન્ચે 4:1ની બહુમતી સાથે આ માંગને ફગાવી દીધી હતી.













