• યુવાનોની ઓસ્ટ્રેલિયા-કેનેડા બીજી પસંદગી
  • રાઘવ ચઢ્ઢાના સવાલ પર વિદેશ મંત્રાલયનો જવાબ
  • નાગરિકતા છોડવા પાછળ અંગત કારણો આપ્યા

દેશની નાગરિકતા છોડનારા ભારતીયોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. વિદેશ મંત્રાલયે સ્વયં આ જાણકારી આપી છે. જેમાં તેમણે નાગરિકતા છોડવા પાછળ અંગત કારણો જવાબદાર ગણાવ્યા છે. પંજાબના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં પ્રશ્ન પૂછ્યા બાદ વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે.

વિદેશ મંત્રાલયનું કહેવું છે કે 2019માં 1,44,017 ભારતીયોએ નાગરિકતા છોડી છે. જ્યારે 2020માં 85256 લોકોએ, 2021માં 1,63,370 અને 2022માં 2,25,620 લોકોએ નાગરિકતા છોડવાનો નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે 2023માં 2 લાખ 16,000 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે.

ભારત માટે મહત્ત્વપૂર્ણ સંપત્તિ પ્રવાસીઓ છે

વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, સરકાર જ્ઞાન અર્થતંત્રના યુગમાં વૈશ્વિક કાર્યસ્થળની સંભાવનાને ઓળખે છે. પ્રવાસી ભારતીય સાથેના તેના જોડાણમાં પણ પરિવર્તન આવ્યું છે. એક સફળ, સમૃદ્ધ અને પ્રભાવશાળી પ્રવાસી એ ભારતની સંપત્તિ ગણાવી છે. સરકારના પ્રયાસોનો હેતુ જ્ઞાન અને કુશળતાના આદાનપ્રદાન કરવા સહીત પ્રવાસીઓની ક્ષમતાનો ઉપયોગ કરવાનો પણ છે.

અનેક ભારતીયો અમેરિકા જઈ રહ્યા છે

અનેક ભારતીયો તેમની નાગરિકતા છોડીને અમેરિકા જઈ રહ્યા છે. 2018 થી 2023ના મધ્ય સુધીમાં, ભારતમાંથી 3,28,619 ભારતીયોએ અમેરિકાની નાગરિકતા લીધી છે. જ્યારે 1,61,917 કેનેડિયન અને 1,31,883 લોકોએ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા મેળવી હતી.

  • Follow us on: