- ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પીલીભીતથી વરુણ ગાંધીને ટિકિટ આપી નથી
- તેમના સ્થાને ભાજપે જિતિન પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે
- બીજેપીએ સુલતાનપુરથી વરુણની માતા મેનકા ગાંધીને ફરી ટિકિટ આપી છે
વરુધ ગાંધી લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમની ટીમે બુધવારે આ વિશે માહિતી આપતા કહ્યું કે વરુણ તેમની માતા મેનકા ગાંધી માટે સુલતાનપુરમાં ચૂંટણી પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પીલીભીતથી વરુણ ગાંધીને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી નથી. તેમના સ્થાને ભાજપે જિતિન પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. બીજેપીએ સુલતાનપુરથી વરુણની માતા મેનકા ગાંધીને ફરી ટિકિટ આપી છે.
તેમની ટીમે નિવેદન જારી કરીને આ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું
વરુણ ગાંધીએ નોમિનેશન પેપર ખરીદ્યું હતું, ત્યારપછી એવી ચર્ચાઓ થઈ હતી કે તેઓ ભાજપ સામે બળવો કરી શકે છે અને પીલીભીતથી અપક્ષ તરીકે લોકસભા ચૂંટણી લડી શકે છે. પરંતુ તેમની ટીમે નિવેદન જારી કરીને આ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
અધીર રંજને કહ્યું, વરુણ ગાંધીએ કોંગ્રેસમાં જોડાવું જોઈએ.
આ પહેલા યુપી બીજેપી અધ્યક્ષ ચૌધરી ભૂપેન્દ્ર સિંહે વરુણ ગાંધીની ટિકિટ રદ્દ થવા પર કહ્યું હતું કે આ વખતે પાર્ટીએ તેમને ચૂંટણી લડવાનું વચન આપ્યું નથી, પરંતુ તેઓ અમારી સાથે છે. પાર્ટી નેતૃત્વએ તેમના વિશે કંઈક સારું વિચાર્યું હશે. અધીર રંજન ચૌધરીએ વરુણને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપતાં ભૂપેન્દ્ર સિંહે કહ્યું, 'વરુણ ગાંધી ભાજપના સાચા સૈનિક છે. તેઓ ભાજપમાં જ રહેશે તેવો પૂરો વિશ્વાસ છે. તેઓ ગાંધી પરિવારમાંથી આવે છે અને ભાજપે તેમને ત્રણ વખત સાંસદ બનાવ્યા હતા.
વરુણ એક મજબૂત અને ખૂબ જ સક્ષમ નેતા છે
અધીર રંજને કહ્યું, 'વરુણ ગાંધીએ કોંગ્રેસમાં જોડાવું જોઈએ. જો તેઓ કોંગ્રેસમાં જોડાશે તો અમને આનંદ થશે. વરુણ એક મજબૂત અને ખૂબ જ સક્ષમ નેતા છે. ગાંધી પરિવાર સાથે તેમના સંબંધો છે, તેથી ભાજપે તેમને ટિકિટ આપી નથી. અમે ઈચ્છીએ છીએ કે તેઓ હવે કોંગ્રેસમાં જોડાય.
મેનકા ગાંધીએ 1989માં કર્મભૂમિ બનાવી હતી
વરુણ ગાંધીના પિતા સંજય ગાંધીના અવસાન પછી, તેમની માતા મેનકા ગાંધીએ પીલીભીત લોકસભા બેઠકને તેમનું કાર્યસ્થળ બનાવ્યું, જેને તેમણે તેમના મજબૂત કિલ્લા તરીકે સ્થાપિત કરી. મેનકા ગાંધી પીલીભીતથી 1989થી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે વરુણ ગાંધી 2009 અને 2019માં અહીંથી જીત્યા છે. વરુણ ગાંધી 2014માં સુલતાનપુરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.