- અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમ
- VHPએ રાજનાથ સિંહ, અમિત શાહ અને જેપી નડ્ડાને આપ્યું આમંત્રણ
- અયોધ્યા રામ મંદિરને લઇ ભક્તોમાં હરખની હેલી
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઇ દેશ-વિદેશમાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. તેવામાં વિશ્વ હિન્દુ પરિષદે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને રામ મંદિરની 'પ્રાણપ્રતિષ્ઠા' સમારોહ માટે આમંત્રણ પત્ર આપ્યું હતું. VHPના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર અને મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ આમંત્રણ આપ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર અને મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શનિવારે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને રામ મંદિરના 'પ્રાણપ્રતિષ્ઠા' સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું. 22 જાન્યુઆરીએ યોજાનાર શ્રી રામ મંદિરના અભિષેક સમારોહ માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડા, ભારતના રક્ષા મંત્રી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે.













