લોકસભા બાદ હવે રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં વક્ફ સુધારા બિલને સંસદીયકાર્યમંત્રી કિરણ રિજિજૂ દ્વારા રજૂ કરાયુ છે.  આ અંગે સંબોધન કરતા કિરણ રિજિજૂએ જણાવ્યું કે વક્ફ સંપત્તિથી વાર્ષિક  12 હજાર કરોડની આવક થાય છે. દેશભરમાં 8 લાખથી વધારે વક્ફ સંપત્તિ છે.  સંપત્તિ કેટલી વધી તે પણ ખબર નથી.  વક્ફ સંપત્તિ પર ઘણા કેસ પેન્ડિંગ છે.  સંપત્તિને લઇને વિવાદો ચાલી રહ્યા છે.  જેથી બિલ લાવવુ જરૂરી છે તેમ જણાવ્યું. 



અમે જે તમે ન કરી શક્યા તે કરવાની હિંમત બતાવી - કિરણ રિજિજૂ 

આ બિલ રજૂ કરતી વખતે કિરણ રિજિજૂએ કહ્યું કે વ્યાપક ચર્ચા પછી તૈયાર કરાયેલું બિલ JPCને મોકલવામાં આવ્યું હતું. વક્ફ પર જેટલું કામ JPC એ કર્યું તેટલું કોઈ સમિતિએ કર્યું નથી. મોડી રાત સુધી ચર્ચા બાદ, આજે સવારે લોકસભામાં આ બિલ પસાર થયું. ઘણા સભ્યોએ કહ્યું કે તેમને સુધારા માટે જેટલો સમય મળવો જોઈએ તેટલો સમય મળ્યો નથી. વ્યાપાર સલાહકાર સમિતિએ આજે ​​જ તેને ચર્ચા માટે લેવાનું નક્કી કર્યું હતું. તેમણે કોંગ્રેસ સરકાર દરમિયાન રચાયેલી સમિતિઓ અને સચ્ચર સમિતિની ભલામણોનો પણ ગૃહમાં ઉલ્લેખ કર્યો. કિરેન રિજિજુએ કહ્યું કે અમે જે તમે ન કરી શક્યા તે કરવાની હિંમત બતાવી છે અને આ બિલ લાવ્યા છીએ. મને આશા છે કે તમે તેને સમર્થન આપશો. તેમણે એમ પણ કહ્યું કે અમે કંઈ નવું નથી કરી રહ્યા, ઇતિહાસ સાક્ષી છે કે આવું પહેલા પણ બન્યું છે અને સુધારાઓનો ઇતિહાસ પણ ગણાવ્યો.






  • Follow us on: