• વકફ એક્ટમાં સુધારાની તૈયારીઓ
  • કેન્દ્ર સરકાર સંશોધનને લઇને લાવી શકે છે બિલ
  • દેશમાં વકફ બોર્ડ પાસે કેટલી છે સંપત્તિ ?

વકફ એક્ટમાં સુધારો કરવાની તૈયારી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર સંસદમાં સુધારાને લઈને બિલ લાવી શકે છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે પ્રસ્તાવિત બિલ ગૃહમાં ક્યારે રજૂ કરવામાં આવશે. ત્યારે આપણે એ વિશે જાણીએ કે આખા દેશમાં વકફ બોર્ડની કેટલી સંપત્તિ છે. વિવિધ રાજ્યોમાં કેટલી સંપત્તિ છે તેના વિશે નજર કરીએ.

દેશમાં સંપત્તિ કેટલી ? 

WAMSIના આંકડા દર્શાવે છે કે દેશમાં વક્ફ પાસે 8 લાખ એકરથી વધુની મિલકત છે. જેમાં સૌથી વધુ મિલકત ધરાવતુ રાજ્ય યુપી છે. બાદમાં પશ્ચિમ બંગાળ બીજા નંબરે અને ત્રીજા સ્થાને પંજાબ છે. WAMSI એટલે કે વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયાના આંકડા જણાવે છે કે ભારતમાં વક્ફ બોર્ડ પાસે 8 લાખ 72 હજાર 321 સ્થાવર અને 16 હજાર 713 જંગમ મિલકતો છે. વકફ એક્ટમાં સુધારાની સંભાવનાને લઇને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું કહેવું છે કે વક્ફ બોર્ડની કાનૂની સ્થિતિ અને સત્તામાં કોઈપણ પ્રકારની દખલગીરી સહન કરવામાં આવશે નહીં.

કયા રાજ્યમાં કેટલી છે પ્રોપર્ટી ?

  • આંદામાન અને નિકોબાર વક્ફ બોર્ડ- 151
  • આંધ્ર પ્રદેશ રાજ્ય વક્ફ બોર્ડ- 14685
  • આસામ બોર્ડ ઓફ વક્ફ- 2654
  • બિહાર રાજ્ય (શિયા) વક્ફ બોર્ડ- 1750
  • બિહાર રાજ્ય (સુન્ની) વક્ફ બોર્ડ- 6866
  • ચંદીગઢ વક્ફ બોર્ડ- 34
  • છત્તીસગઢ રાજ્ય વક્ફ બોર્ડ- 4230
  • દાદરા અને નગર હવેલી વક્ફ બોર્ડ- 30
  • દિલ્હી વક્ફ બોર્ડ- 1047
  • ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ- 39940
  • હરિયાણા વક્ફ બોર્ડ- 23267
  • હિમાચલ વક્ફ બોર્ડ- 5343
  • જમ્મુ અને કાશ્મીર ઓકફ બોર્ડ- 32533
  • ઝારખંડ રાજ્ય (સુન્ની) વક્ફ બોર્ડ- 698
  • કર્ણાટક સ્ટેટ બોર્ડ ઓફ ઓકફ- 62830
  • કેરળ રાજ્ય વક્ફ બોર્ડ- 53279
  • લક્ષદ્વીપ સ્ટેટ વક્ફ બોર્ડ- 896
  • મધ્ય પ્રદેશ વક્ફ બોર્ડ- 33472
  • મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ વક્ફ- 36701
  • મણિપુર રાજ્ય વક્ફ બોર્ડ- 987
  • મેઘાલય સ્ટેટ બોર્ડ ઓફ વક્ફ- 58
  • ઓડિશા બોર્ડ ઓફ વક્ફ- 10314
  • પુડુચેરી સ્ટેટ વક્ફ બોર્ડ- 693
  • પંજાબ વક્ફ બોર્ડ- 75965
  • રાજસ્થાન બોર્ડ ઓફ મુસ્લિમ વક્ફ- 30895
  • તમિલનાડુ વક્ફ બોર્ડ- 66092
  • તેલંગાણા રાજ્ય વક્ફ બોર્ડ- 45682
  • ત્રિપુરા બોર્ડ ઓફ વક્ફ- 2814
  • યુપી શિયા સેન્ટ્રલ બોર્ડ ઓફ વક્ફ- 15386
  • યુપી સુન્ની સેન્ટ્રલ બોર્ડ ઓફ વક્ફ- 217161
  • ઉત્તરાખંડ વક્ફ બોર્ડ- 5388
  • પશ્ચિમ બંગાળ વક્ફ બોર્ડ- 80480
  • કુલ- 8 લાખ 72 હજાર 321

ક્યારે અસ્તિત્વમાં આવ્યો વકફ એક્ટ ?

  • મહત્વનું છે કે 1954માં પ્રથમ વાર વકફ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. દેશની આઝાદીના સાત વર્ષ બાદ આ એક્ટ પસાર થયો જે વખતે દેશના વડાપ્રધાન જવાહર લાલ નેહરુ હતા અને તેમની સરકાર વકફ એક્ટ લાવી હતી. જો કે બાદમાં તેને રદ કરીને 1955માં નવો વકફ એક્ટ લાવવામાં આવ્યો જેમાં વકફ બોર્ડને સત્તા આપવામાં આવી હતી. જે બાદ
  • 1964માં 9 વર્ષ પછી સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરવામાં આવી, જે લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ હતી. તેઓનું કામ વક્ફ બોર્ડ સાથે સંબંધિત કામ અંગે કેન્દ્રને સલાહ આપવાનું છે.
  • વકફ કાઉન્સિલની રચનાના લગભગ 30 વર્ષ પછી, વર્ષ 1995માં પીવી નરસિમ્હા રાવ સરકારે પ્રથમ વખત વકફ કાયદામાં ફેરફાર કર્યા. તે સુધારા પછી વક્ફ બોર્ડને જમીન સંપાદન કરવાના અમર્યાદિત અધિકારો મળ્યા હતા. 

  • Follow us on: