• ગુજરાત રાજ્ય, કોંકણ અને ગોવા, મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ
  • મુંબઈ અને દિલ્હી માટે યલો એલર્ટ જાહેર 
  • ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે શાળાઓ બંધ 

દિલ્હી-NCRની સવાર આજે ભારે વરસાદ સાથે શરૂ થઈ. બુધવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો જ્યારે કેટલીક જગ્યાએ હળવા વાદળો છવાયા હતા. IMDએ પણ વરસાદને કારણે આજે મુંબઈ અને દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

ચોમાસું ફરી સક્રિય થવાને કારણે કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ જારી રહેશે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યોનો સમાવેશ થાય છે. તે જ સમયે, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. તો ચાલો જાણીએ કે આજે દેશભરમાં કેવું રહેશે હવામાન?

ગુજરાતમાં 25-26 જુલાઈની ધોધમાર વરસાદની આગાહી

આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

આ રાજ્યો માટે આજે રેડ અને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની અખબારી યાદી મુજબ ગુજરાત રાજ્ય, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક, પશ્ચિમ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ અને કેરળ અને માહેમાં 23-26 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડશે . આ માટે IMDએ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

પર્વતીય વિસ્તારોમાં હવામાન કેવું રહેશે?

ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને જોતા શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. દૂનમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આંશિક વાદળછાયું આકાશ રહી શકે છે. દેહરાદૂન સહિત ત્રણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં આગામી બે દિવસ સુધી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 

દિલ્હી અને મુંબઈમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું 

હવામાનની આગાહી કરતી એજન્સીએ મંગળવારે આગામી બે દિવસ માટે દિલ્હી માટે 'યલો' એલર્ટ જાહેર કર્યું હતું. બુધવારે, ભારે વરસાદનો સમયગાળો ચાલુ છે, જ્યારે શહેરના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વરસાદને કારણે દિલ્હીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન 34 થી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.

મુંબઈમાં પણ વરસાદ

મુંબઈમાં આજે પણ મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ બુધવારે સવારે 1:30 વાગ્યે 4.07 મીટરની ઊંચી ભરતીની આગાહી કરી છે. 

  • Follow us on: