•  કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે
  • મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ ભારે વરસાદની શક્યતા
  • ગુજરાત, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 23 ઓગસ્ટથી 25 ઓગસ્ટ વચ્ચે વરસાદ પડશે

આ દિવસોમાં દેશના મોટાભાગના રાજ્યોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ છે. જો કે કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 23 ઓગસ્ટથી 25 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

દિલ્હી હવામાન

દેશની રાજધાની દિલ્હીમાં વરસાદનું જોર વધ્યુ છે. હવામાન વિભાગે 23 ઓગસ્ટે દિલ્હીમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે. જો કે, 24 થી 26 ઓગસ્ટની વચ્ચે દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે અને લઘુત્તમ તાપમાન 25 થી 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

દેશની હવામાન સ્થિતિ

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, પશ્ચિમ આસામ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, તેલંગાણા, વિદર્ભ, ઉત્તર આંધ્ર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા અને લક્ષદ્વીપમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ સિવાય પૂર્વોત્તર ભારત, બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, મરાઠવાડા, કોસ્ટલ કર્ણાટક, કેરળ, આંદામાન-નિકોબાર ટાપુઓ અને તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનના પશ્ચિમ ભાગો, સૌરાષ્ટ્ર અને કચ્છ, રાયલસીમા, આંતરિક કર્ણાટક અને તમિલનાડુમાં હળવા વરસાદની શક્યતા છે.

ક્યા રાજ્યમાં કેવુ હવામાન

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, લક્ષદ્વીપ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, કર્ણાટક અને ગોવાના કિનારે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. સંકળાયેલ ચક્રવાત પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે, ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ નમેલું છે. આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

  • Follow us on: