કેરળ પછી, દક્ષિણપશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રમાં સમય પહેલા આવી ગયું છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસુ મુંબઈ પહોંચી શકે તેવુ હવામાન વિભાગનું કહેવુ છે. તેની અસરને કારણે, રાજ્યના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, કેરળ અને કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે દિલ્હી-એનસીઆરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
35 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું આગામી ત્રણ દિવસમાં કર્ણાટક (બેંગલુરુ સહિત), આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, તમિલનાડુના બાકીના ભાગો અને ઉત્તરપૂર્વમાં આગળ વધશે. દક્ષિણપશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. છેલ્લા 35 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસમાં ચોમાસુ મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોમાં પહોંચી જશે.
આ પહેલા 1990માં 20 મેના રોજ ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચ્યું હતું
આ પહેલા 1990માં 20 મેના રોજ ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચ્યું હતું. દક્ષિણ પશ્ચિમ ચોમાસું કર્ણાટકમાં આગળ વધી ગયું છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ કન્નડમાં દરિયાની સ્થિતિ, અવિરત વરસાદ, ભારે પવન અને વૃક્ષો ઉખડી પડવાના બનાવો જોવા મળ્યા.
કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા
25 અને 26 મેના રોજ કેરળ અને માહેમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને અતિ ભારે વરસાદ સાથે છૂટાછવાયા ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 27-31મે દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના અને દક્ષિણ કર્ણાટકમાં છૂટાછવાયા કે ભારે વરસાદની સંભાવના છે.