- દિલ્હી અને રાજસ્થાનમાં 50 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન
- દિલ્હી માટે સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો
- દિલ્હીના મુંગેશપુરમાં તાપમાન 49.9 ડિગ્રી નોંધાયુ
આકાશમાંથી વરસી રહેલી આગના કારણે ઉત્તર ભારત ઉકળવા લાગ્યું છે. રાજસ્થાનના ચુરુમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. અન્ય શહેરોમાં પણ તાપમાન 48-49 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. દિલ્હીમાં પણ તાપમાન 50 ડિગ્રીને સ્પર્શી રહ્યું છે. યુપીના ઝાંસીમાં દિવસનું તાપમાન 49 ડિગ્રી હતું. આગરામાં તાપમાન 48.6 ડિગ્રી અને વારાણસીમાં 47.6 ડિગ્રી હતું. લખનૌના ઝોનલ મેટિરોલોજીકલ સેન્ટરના વૈજ્ઞાનિક અતુલ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં મે મહિનામાં આટલી ગરમી ક્યારેય નથી પડી.
રાજસ્થાનના ચુરુમાં 50.5 ડિગ્રી ગરમી નોંધાતા હાહાકાર
દિલ્હી અને રાજસ્થાનમાં 50 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. દિલ્હી માટે સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. દિલ્હીના મુંગેશપુરમાં તાપમાન 49.9 ડિગ્રી નોંધાયુ. નજફગઢમાં 49.8 ડિગ્રી, પીતમપુરામાં 48.5 ડિગ્રી ગરમી. રાજસ્થાનના ચુરુમાં 50.5 ડિગ્રી ગરમી નોંધાતા હાહાકાર. પિલાનીમાં 49 ડિગ્રી, ફલોદીમાં 49 ડિગ્રી નોંધાઇ ગરમી. બિકાનેરમાં 48.3 ડિગ્રી, કોટામાં 48.2 ડિગ્રી ગરમી. જેસલમેરમાં 48 ડિગ્રી, જયપુરમાં 46.6 ડિગ્રી ગરમી. મધ્યપ્રદેશના અનેક સ્થળોએ પારો 48 ડિગ્રીને પાર. એમપીના નિવારીમાં મહત્તમ તાપમાન 48.5 ડિગ્રી. દતિયામાં 48.4 ડિગ્રી, રીવામાં 48.2 ડિગ્રી. ખજુરાહોમાં 48, ગ્વાલિયરમાં 47.6 ડિગ્રી તાપમાન. પંજાબ અને હરિયાણામાં આગ ઝરતી ગરમી. પંજાબના ભટિંડામાં તાપમાન 49.3 ડિગ્રી. હરિયાણાના સિરસામાં 50.3 ડિગ્રી, હિસારમાં 49.3 ડિગ્રી. હજુ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં લૂની આગાહી. હજુ થોડા દિવસ ગરમીથી નહીં મળે રાહત
હજુ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં લૂની આગાહી
પહાડી રાજ્યોમાં ગરમી હેરાન-પરેશાન કરી રહી છે. જમ્મુ-કાશ્મીરના જમ્મુ ડિવિઝનમાં પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. જેના કારણે શાળાઓમાં રજા જાહેર કરવી પડી હતી. હિમાચલના ઉનામાં પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
હજુ થોડા દિવસ ગરમીથી નહીં મળે રાહત
જયપુર સ્થિત હવામાન કેન્દ્રે જણાવ્યું કે મંગળવારે ચુરુ દેશમાં સૌથી ગરમ હતું. અહીં મહત્તમ તાપમાન 50.5 ડિગ્રી નોંધાયું હતું, જે આ સિઝનમાં સૌથી વધુ છે. આ પહેલા 1 જૂન 2019ના રોજ તાપમાનનો પારો 50.8 ડિગ્રી નોંધાયો હતો. ચુરુ સિવાય રાજસ્થાનના ગંગાનગરમાં 49.4, પિલાની અને ઝુંઝુનુમાં 49, બિકાનેરમાં 48.3, કોટામાં 48.2, જેસલમેરમાં 48 અને જયપુરમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અગાઉ 2 મે 1999ના રોજ પિલાનીમાં મહત્તમ તાપમાન 48.6 ડિગ્રી નોંધાયું હતું. રાજ્ય સરકારે અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાનું કહ્યું છે.