• 3 જૂન 2023માં ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 31 લોકોના થયા હતા મોત
  • 25 જૂન 2023મા બાંકુરામાં 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
  • 28 મે 2010માં જ્ઞાનેશ્વરી ટ્રેન દુર્ઘટનામાં 148 મુસાફરોએ જીવ ગુમાવ્યો

આજે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં કંચનજંગા એક્સપેસને માલગાડીએ ટક્કર મારી. જેમાં કંચનજંગા એક્સપેસની 3 ડબ્બાને ખૂબ જ ખરાબ રીતે નુકસાન થયુ છે. આ ઘટનામાં 5 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. તો જાણો પશ્ચિમ બંગાળમાં ક્યારે અને કયા મોટા એક્સીડન્ટ થયા છે અને કેટલા લોકોએ પોતાના જીવ ખોવ્યા છે.

17 જૂન 2024- કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ, 5ના મોત

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે કોચ પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેન સિયાલદહ જઈ રહી હતી. એક માલગાડીએ પાછળથી ઉભી રહેલી ટ્રેનને ટક્કર મારી હતી. ટ્રેનની ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું છે. અકસ્માત બાદ બે બોગી એકબીજાની ઉપર ચઢી ગઈ છે. આ અકસ્માત રંગપાણી અને નિજબારી વચ્ચે થયો હતો. બે મુસાફરોના મોત થયા હોવાનું કહેવાય છે, જોકે મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘાયલો વિશે હજુ સુધી માહિતી મળી નથી. બચાવ કાર્ય માટે ડિઝાસ્ટર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

3 જૂન 2023- ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં પશ્ચિમ બંગાળના 31 લોકોના મોત, 544 ઘાયલ

ઓડિશાના બાલાસોર પાસે ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળના લોકો પણ સામેલ હતા. 3 જૂન 2023 શનિવારે સાંજે 4:30 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળના 31 મૃતકોની ઓળખ કરવામાં આવી હતી. આ સિવાય ઘાયલોમાં 544 લોકો બંગાળના રહેવાસી છે. શનિવારે બપોરે રાજ્ય સચિવાલય દ્વારા જારી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે ઘાયલોમાંથી પશ્ચિમ બંગાળના 25 લોકોને ઓડિશાની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે બાકીના 11 લોકોને પશ્ચિમ બંગાળની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


25 જૂન 2023 - બાંકુરામાં મોટી ટ્રેન દુર્ઘટના, 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

પશ્ચિમ બંગાળના બાંકુરામાં એક ટ્રેન અકસ્માત થયો છે. અહીં બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી, જેના પછી ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત રવિવારે સવારે લગભગ 4 વાગ્યે ઓંડા સ્ટેશન પર થયો હતો. આ ઘટનામાં માલગાડીના ડ્રાઈવરને ઈજા થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક માલગાડીએ બીજી માલગાડીને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે લગભગ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના સવારે 4 વાગ્યે પશ્ચિમ બંગાળના બાંકુરામાં બની હતી. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે એક માલગાડી ઓંડા સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે બીજી માલગાડીએ તેને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનાને કારણે 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટના બાદ કોચ પાટા પર વેરવિખેર થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

13 જાન્યુઆરી 2022- બિકાનેર એક્સપ્રેસના 12 બોગી પાટા પરથી ઉતરી ગયા

ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યે બંગાળના જલપાઈગુડીના મયનાગુરીમાં ડોમહાની પાસે બિકાનેર એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ચારથી પાંચ બોગીને સંપૂર્ણ નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત મુસાફરોના મોતની પુષ્ટિ થઈ હતી. ઘણા મુસાફરો હજુ પણ બોગીની નીચે દટાયેલા હતા. જલપાઈગુડીના ડીએમ મોમિતા ગોદારા બસુએ મૃત્યુની પુષ્ટિ કરી હતી.આ સાથે જ 40 ઘાયલોને મયનાગુરી અને જલપાઈગુડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

28 મે 2010- જ્ઞાનેશ્વરી ટ્રેન દુર્ઘટનામાં 148 મુસાફરોએ જીવ ગુમાવ્યો

પશ્ચિમ બંગાળમાં અગાઉના મોટા ટ્રેન અકસ્માતોની વાત કરીએ તો મે 2010માં હાવડા-મુંબઈ જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ રાજ્યના જંગલમહાલ વિસ્તારમાં ઝારગ્રામના સરદિહા ખાતે આવી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. આ પછી એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 148 મુસાફરોના મોત થયા હતા. તેમજ 200 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે માઓવાદીઓ દ્વારા રેલવે ટ્રેકને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાને કારણે આ અકસ્માત થયો હતો, કારણ કે જે વિસ્તારમાં અકસ્માત થયો હતો તે તે સમયે માઓવાદી હિંસાની પકડમાં હતો.


19 જુલાઈ 2010- સેંથિયા ટ્રેન દુર્ઘટનામાં 63 મુસાફરોએ જીવ ગુમાવ્યો

જ્ઞાનેશ્વરી ટ્રેન દુર્ઘટનાના બે મહિનાની અંદર 19 જુલાઈ, 2010ના રોજ બીરભૂમ જિલ્લાના સેંથિયા ખાતે પણ એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ઉત્તર બંગા એક્સપ્રેસે રાંચી જઈ રહેલી વનાચલ એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 63 મુસાફરોના મોત થયા હતા, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સિગ્નલના ઉલ્લંઘનને કારણે થયો હોવાનું જાણવા મળ્યું હતું.  

  • Follow us on: