- પ. બંગાળમાં સીઆઈડીને મળી મોટી સફળતા
- હજારો કરોડના રૂપિયાનો ભાંડાફોડ
- સોશિયલ મીડિયાની મદદથી થતી હતી ઠગાઈ
પ. બંગાળની સીઆઈડીએ ભારતના સૌથી મોટા સાઈબર દગાખોરીના કિસ્સામાં સફળતા મેળવી છે. કથિત રીતે હજારો કરોડના ગોટાળા તેમાં સામેલ છે. છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા આ ફ્રોડે અનેક લોકોના રૂપિયા સોશિયલ મીડિયાની મદદથી ઠગી લીધા હતા. હવે તેમાં 2 લોકોની દિલ્હી અને હરિયાણાથી ધરપકડ કરાઈ છે. બંનેને 12 દિવસની કસ્ટડીમાં મોકલી દેવાયા છે. તો જાણો કેવો હતો ઠગાઈનો પ્લાન.
સોશિયલ મીડિયા પર ગ્રૂપ બનાવીને કરતા ઠગાઈ
સીઆઈડીનો દાવો છે કે આરોપી અનેક સોશિયલ મીડિયા મેસેન્જર પ્લેટફોર્મ જેમકે વોટ્સએપ, ટેલિગ્રામ અને ફેસબુક મેસેન્જર પર એક્ટિવ રહેતા અને એક ગ્રૂપના લોકોને ટારગેટ કરીને પ્લેટફોર્મ પર ગ્રૂપ બનાવીને તેમની પાસેથી ઠગાઈ કરતા. ટારગેટ કરાયેલા સોશિયલ મીડિયા યૂઝર્સને અનેક ગ્રૂપ્સમાં જોડી દેવામાં આવ્યા હતા અને ક્રિપ્ટોમાં ઈનવેસ્ટમેન્ટ સમયે ઓછા સમયમાં વધારે રૂપિયા કમાવવાની લાલચ પણ અપાતી. આ સાથે જ લોકો ઠગાઈમાં સામેલ થઈ જતા.
લોકોને મોકલાતા હતા નકલી મેસેજ
સીઆઈડીએ કહ્યું કે મોટો ખેલ સોશિયલ મીડિયા ગ્રૂપમાં મેમ્બર્સને જોડ્યા બાદ શરૂ થતો. ગ્રૂપમાં એક એડમિન સૌથી પહેલા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન આપતા અને પછી ગ્રૂપના અન્ય સભ્યોને તેમાં જોડીને વાતચીત શરૂ કરાતી. આ પછી એડમિન જવાબ આપતા અને અનુભવ શેર કરતા, નવા લોકોને તેમાં જોડવામાં આવતા. થોડા સમય પછી તેમાં નવા સભ્યોને રૂપિયા ઈન્વેસ્ટ કરવા માટે લલચાવવામાં આવતા અને પછી કેટલાક સભ્યો ક્રિપ્ટોકરંસીમાં ઈન્વેસ્ટ કરતા. આ રૂપિયા વિદેશ જતા.
હજારો કરોડનો ગોટાળો ચાલતો
પશ્ચિમ બંગાળની સીઆઈડીએ તપાસ કરી અને એક 2 લોકોની ધરપકડ કરી છે. હરિયાણાથી માનુષ કુમાર અને દિલ્હીથી સત્યેન્દ્ર મહતોની ઘરપકડ કરાઈ છે. આ સાથે જ આ કિસ્સો 1000 કરોડની ઠગાઈનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કેસમાં તપાસ ચાલી રહી છે અને શક્ય છે કે તેમાં વધુ લોકો અને કંપનીઓ સામેલ હોવાનું ખુલી શકે છે.
અનેક નકલી કંપનીઓ પણ બનાવાઈ
રૂપિયા મેળવવા માટે અને ગોટાળા ધ્યાનમાં ન આવે તે માટે અનેક નકલી કંપનીઓ બનાવાઈ. દગાખોરીથી લૂંટાયેલા રૂપિયાને નકલી દસ્તાવેજની મદદથી દગાખોરો દ્વારા અનેક નકલી કંપનીમાં રોકાતા અને પછી ગોટાળાના રૂપિયા અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરી દેવામા આવતા. હવે સીઆઈડીની તપાસમાં અનેક મોટા રહસ્યો ખૂલે તેવી આશા છે.