પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ધોલાહાટ વિસ્તારમાં થયેલા એક પ્રચંડ વિસ્ફોટમાં પાંચથી વધુ લોકોના મોત થયા છે. સિલિન્ડર ફાટ્યા બાદ ઘરમાં રાખેલા ફટાકડાના વિસ્ફોટને કારણે આ વિસ્ફોટ થયો હતો, જેના કારણે આખું ઘર નાશ પામ્યું હતું.


સિલિન્ડર બ્લાસ્ટથી ફટાકડામાં લાગી આગ 

મળતી માહિતી મુજબ, સુંદરબનના ધોલાહાટ વિસ્તારમાં એક ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટને કારણે ઘરમાં રાખેલા ફટાકડામાં આગ લાગી ગઈ અને મોટો વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું અને આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ.

આ દુ:ખદ અકસ્માતમાં પાંચથી વધુ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.

ઘરમાં ફટાકડા બનાવતી વખતે થયો અચાનક ધડાકો

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં ફટાકડા બનાવતી વખતે અચાનક ધડાકો થયો. વિસ્ફોટમાં પાંચથી વધુ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પત્થર પ્રતિમા વિસ્તારના રહેવાસી ચંદ્રકાંત વણિક પોતાના ઘરમાં ફટાકડાની ફેક્ટરી ચલાવે છે. ઘરમાં બસંતી પૂજા માટે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. સોમવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે અચાનક ધડાકો થયો. ધડાકાના જોરદાર અવાજથી આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો. વિસ્ફોટ પછી આખા ઘરમાં આગ લાગી ગઈ. આખો વિસ્તાર ધુમાડાથી છવાયેલો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને સ્થાનિક રહેવાસીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમને આગ ઓલવવામાં મદદ કરી.

ઘટનાસ્થળે પહોંચ્યા પત્થર પ્રતિમાના ધારાસભ્ય

આ અંગે પત્થર પ્રતિમાના ધારાસભ્ય સમીર કુમાર જાનાએ જણાવ્યું હતું કે, “ફટાકડા બનાવતી વખતે અચાનક વિસ્ફોટ થયો. આખા ઘરમાં આગ લાગી ગઈ. પાંચથી વધુ લોકોના મોત થયા. ઘરની અંદર હજુ પણ કેટલાક લોકો હોવાની શક્યતા છે. ધૌલાહાટ પોલીસ સ્ટેશનથી મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

આ પહેલા પૂર્વ મિદનાપુરના ખાડીકુલમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા હતા. આ પછી મહેશતલા અને ચંપાહાટીમાં પણ વિસ્ફોટ થયા અને હવે આ અકસ્માત પત્થર પ્રતિમામાં થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પથ્થર પ્રતિમાના ઘરમાં જ્યાં વિસ્ફોટ થયો હતો, ત્યાં ગેસ સિલિન્ડર પહેલા વિસ્ફોટ થયો હતો. પછી આગ ફટાકડાઓને પોતાની ઝપેટમાં લઈ ગઈ અને ફટાકડાના ધડાકાથી આખું ઘર ધ્રૂજી ઊઠ્યું.

  • Follow us on: