• ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી
  • આ યાદીમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે
  • પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવેલા તમામ લોકોને હું અભિનંદન

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમારી પાર્ટીએ કેટલીક બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે અને બાકીની બેઠકોની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.

તમામ ઉમેદવારોને અભિનંદન

પીએમ મોદીએ ટ્વિટર કરી કહ્યું "અમારી પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવેલા તમામ લોકોને હું અભિનંદન આપું છું. અમે સુશાસનના અમારા ટ્રેક રેકોર્ડના આધારે લોકો સુધી જઈ રહ્યા છીએ અને એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે વિકાસનો લાભ સૌથી ગરીબ લોકો સુધી પહોંચે."


'140 કરોડ લોકો અમને ફરીથી આશીર્વાદ આપશે'

પીએમ મોદીએ કહ્યું, "મને ખાતરી છે કે ભારતના 140 કરોડ લોકો અમને ફરીથી આશીર્વાદ આપશે અને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે અમને વધુ શક્તિ આપશે. હું ભાજપના નેતૃત્વ અને નિઃસ્વાર્થ પક્ષના કરોડો કાર્યકરોનો આભાર માનું છું.

'કાશીને વધારે સારૂ બનાવવા માટે કામ કર્યું'

પીએમ મોદીએ કહ્યું કે, "હું લોકોના સપનાઓને સાકાર કરવા અને ગરીબમાં ગરીબને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે વર્ષ 2014માં કાશી ગયો હતો. છેલ્લા દસ વર્ષમાં અમે વિવિધ ક્ષેત્રોમાં ઘણા મહત્વપૂર્ણ વિકાસ કર્યા છે અને કાશીનું નિર્માણ કર્યું છે. "અમે બહેતરીની દિશામાં કામ કર્યું છે. ભવિષ્યમાં પણ આ પ્રયાસો વધુ જોરશોરથી ચાલુ રહેશે. હું કાશીના લોકોનો તેમના આશીર્વાદ માટે વિશેષ આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેમને હું ખૂબ જ મહત્વ આપું છું."

  • Follow us on: