દુનિયામાં એવા ઘણા લોકો હોય છે જેને મોંઘી કાર, મોંઘા ફોન અને મોંઘા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનો એક ક્રેઝ હોય છે. પરંતુ ક્યારેય તમે એવુ સાંભળ્યુ કે કારની નંબર પ્લેટ પાછળ લાખો રૂપિયા ખર્ચાતા હોય. , તો હા આ વાત સાચી છે. કારણ કે ઘણા એવા લોકો હોય છે જેઓ પોતાની કાર માટે યુનિક નંબર રાખવાની ઇચ્છા ધરાવે છે જે માટે તેઓ લાખો રૂપિયા પણ ખચકાતા નથી. ત્યારે આવો જાણીએ સૌથી મોંઘી નંબર પ્લેટનો માલિક કોણ છે.


નંબર પ્લેટ કોની સૌથી મોંઘી ? 

આમ તો આપણે સૌથી મોંઘી નંબર પ્લેટની વાત કરીએ તો અનિલ અંબાણી અને ગૌતમ અદાણીના નામનો વિચાર આવે. કારણ કે આ લોકો સૌથી ધનિક વ્યક્તિ છે. પરંતુ વાત જ્યારે સૌથી મોંઘી નંબર પ્લેટની આવે તો આ ધનિકો પાછળ છે. ત્યારે આવો જાણીએ કોણ છે સૌથી મોંઘી નંબર પ્લેટ ધરાવતા લોકો.

ભારતની સૌથી મોંઘી નંબર પ્લેટ અને તેના માલિકો

આશિક પટેલ (ટોયોટા ફોર્ચ્યુનર - '007')

ભારતમાં સૌથી મોંઘી નંબર પ્લેટ આશિક પટેલની છે. તેઓ પાસે ટોયોટા ફોર્ચ્યુનર છે જેનો નંબર '007' છે. આ નંબર પ્લેટની કિંમત 34 લાખ રૂપિયા છે. આ નંબર જેમ્સ બોન્ડ ફિલ્મોથી પ્રેરિત છે, જે તેને વધુ ખાસ બનાવે છે. આ નંબર પ્લેટ અમદાવાદના આશિક પટેલના નામે નોંધાયેલ છે, જેઓ જેમ્સ બોન્ડના ચાહક છે .

કે. એસ. બાલાગોપાલ (પોર્શે 718 બોક્સસ્ટર - 'KL-01-CK-1')

બીજા સ્થાને કે. એસ. બાલગોપાલ કે જેમની પાસે Porche 718 Boxster છે. જેની નંબર પ્લેટની કિંમત 31 લાખ રૂપિયા છે. આ કારનો નંબર ‘KL-01-CK-1’ છે.

કે. એસ. બાલાગોપાલ (ટોયોટા લેન્ડ ક્રુઝર LC200 - 'KL01CB0001')

કે. એસ. બાલાગોપાલની બીજી કાર Toyota Land Cruiser LC200 છે. આ કારની પરની નંબર પ્લેટ પણ ઘણી મોંઘી છે. તેનો નંબર ‘KL01CB0001’ છે અને તેની કિંમત 18 લાખ રૂપિયા છે.

જગજીત સિંહ (ટોયોટા લેન્ડ ક્રુઝર LC200 – ‘CH01AN0001’)

જગજીત સિંહની ટોયોટા લેન્ડ ક્રુઝર LC200માં 17 લાખ રૂપિયાની નંબર પ્લેટ છે, જેનો નંબર 'CH01AN0001' છે.

રાહુલ તનેજા (Jaguar XJL - 'RJ45CG0001')

રાહુલ તનેજાની Jaguar XJLની નંબર પ્લેટ 'RJ45CG0001' છે, જેની કિંમત 16 લાખ રૂપિયા છે.

તો અંબાણીના કારની કિંમત કેટલી ?

આ સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કારની નંબર પ્લેટની વાત કરીએ તો તેમની BMW 7-સિરીઝની નંબર પ્લેટની કિંમત 9 લાખ રૂપિયા છે, જેનો નંબર “MH 01 AK 0001” છે. તેમણે વર્ષ 2022 માં એક રોલ્સ રોયસ ખરીદી હતી, જેની કિંમત 12 લાખ રૂપિયાની નંબર પ્લેટ છે, જેનો નંબર '0001' છે.

(disclaimer: અહીં આપવામાં આવેલી માહિતીની સત્યતા અંગે સંદેશ ન્યૂઝ કોઇ પુષ્ટિ કરતું નથી. અન્ય વેબસાઇટના આધારે લખવામાં આવેલી માહિતી છે. )


  • Follow us on: