- બંને દેશો વચ્ચે 33મી વખત આ યાદીની આપ-લે કરી
- નવા વર્ષના પહેલા જ દિવસે આ કરાર પર લાગી મહોર
- પાકિસ્તાને તેના તમામ પરમાણુ સ્થળોની યાદી ભારતને સોંપી
પાકિસ્તાનમાં આતંકી હુમલા અને મોંઘવારી સાથે બેરોજગારી દિવસેને દિવસે વધી રહી છે. પાકિસ્તાનમાં રહેતા નાગરિકો રાજકીય નીતિથી પરેશન છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થતા રહે છે. આતંકવાદના મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે કોઈ વાતચીત થઈ નથી, તેવામાં હવે એવું સામે આવ્યું છે કે પાકિસ્તાને તેના તમામ પરમાણુ સ્થળોની યાદી ભારતને સોંપી દીધી છે, જેના જવાબમાં ભારતે પણ પાડોશી દેશને તેના પરમાણુ સ્થળોનું સરનામું જણાવ્યું છે.
દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે પરમાણુ સ્થળો વિશેની માહિતીનું આપ-લે દ્વિપક્ષીય કરાર હેઠળ થયું હતું. નવા વર્ષના પહેલા જ દિવસે આ કરાર પર મહોર મારી દેવામાં આવી હતી. આ એક વાર્ષિક કરાર છે જે દર વર્ષે કરવામાં આવે છે. આ જાણકારી ખુદ વિદેશ મંત્રાલયે આપી છે.













