નરેન્દ્ર મોદીને ફરી એકવાર વડાપ્રધાન બની શકે છે આ પ્રકારનો દાવો એક બ્રિટિશ અખબારે કર્યો છે. પોતાના સર્વે બાદ આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ આજે દેશભરના ટ્રક ડ્રાયવર્સ હડતાળ પર ઉતર્યા છે. તો ભારતીય અંતરીક્ષ સંસ્થા ઇસરો એક પછી એક ઇતિહાસ રચી રહી છે. તો અયોધ્યાથી સીએમ યોગી આદિત્યનાથે કહ્યું છે કે 22 જાન્યુઆરી બાદ અયોધ્યામાં ત્રેતા યુગ જેવી અનુભૂતિ થશે.ની સાથે સાથે વાંચો આજના 6 વાગ્યા સુધીના દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર 


આવશે તો મોદી જ ! નવા વર્ષે બ્રિટિશ સમાચાર પત્રની ભવિષ્યવાણી

હવે 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે પીએમ મોદીને લઇને એક બ્રિટિશ સમાચાર પત્રએ પીએમ મોદીના ત્રીજા કાર્યકાળની ભવિષ્ય વાણી કરી દીધી છે. યુકે સ્થિત એક સમાચાર પત્રની કોલમમાં જણાવવામાં આવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદી અને ભાજપ માટે સતત ત્રીજો કાર્યકાળ અવશ્ય બનશે તેમ લાગી રહ્યું છે.

ISROએ રચ્યો ઈતિહાસ..! હવે બ્લેક હોલનું ખુલશે રાઝ,દેશભરના લોકોને બ્રહ્માંડ જોવાની આશ...

ઈસરોએ નવા વર્ષમાં નવો ઈતિહાસ રચ્યો છે. 1 જાન્યુઆરી 2024ના રોજ સવારે 9 વાગ્યે ઈસરોએ વર્ષના પ્રથમ અવકાશ મિશનમાં XPoSat લોન્ચ કર્યો છે. XPoSAT ઉપગ્રહને વર્ષના પ્રથમ દિવસે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિશનની વિશેષતાએ છે કે XPo સેટેલાઇટ દ્વારા ISRO અવકાશમાંથી આવતા એક્સ-રે સ્ત્રોતોને શોધી શકશે.

22 જાન્યુઆરી પછી અયોધ્યા જઇને જોજો, ત્રેતાયુગ યાદ આવી જશે: CM યોગી

યુપી સીએમ યોગી આદિત્યનાથ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશના મથુરામાં આયોજિત પૂજ્ય દીદી મા સાધ્વી ઋતંભરા જીના ત્રિ-દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવમાં ભાગ લીધો હતો અને ષષ્ટિપૂર્તિ મહોત્સવને સંબોધિત કર્યો હતો.

છેલ્લા 10 વર્ષમાં દેશની પ્રગતિ વિશે તમારો શું મત? PMએ માગ્યો ફીડબેક

એક તરફ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તો બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઇને પણ તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. તમામ રાજકીય દળો અંદરખાને તો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે બીજેપી પીએમ મોદીની આગેવાનીમાં ફરીથી સત્તા પર આવવા માટે હેટ્રિક મારવાની તૈયારી કરી રહી છે.

73 સીટો પર રસ્તો સાફ,NDAની હેટ્રિક રોકવા વિપક્ષી પાર્ટીઓનો માસ્ટર પ્લાન તૈયાર

દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, આ માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. NDAને કેન્દ્રમાં સત્તા પરથી હટાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ ભારત ગઠબંધનની રચના કરી હોવા છતાં તેમની સામે ઘણા પડકારો છે. આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહી છે, કારણ કે લોકસભાની ઘણી બેઠકો પર માત્ર બે જ ઉમેદવારો જોવા મળશે.

રાજ્ય સરકારે જમીન રી-સર્વે બાદ ક્ષતિ સુધારણા માટે સમય વધારાયો

રાજ્યમાં નવા વર્ષના દિવસે ખેડૂતોને મોટી ભેટ મળી છે. જમીનની રી સર્વે બાબતે ઝડપી કામગીરી થાય તે માટે નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપતાં જમીન રી-સર્વે બાદ ક્ષતિ સુધારણા માટે સમય વધારવામાં આવ્યો છે. જે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવ્યો છે.

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, પતંગ પકડવા જતા બાળકને લાગ્યો વીજ કરંટ

સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં 6 વર્ષના બાળકને વીજ કરંટ લાગ્યો છે. તેમાં પતંગ પકડવા જતા બાળકને વીજ કરંટ લાગ્યો છે ત્યારે બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો. બાળક વીજળીના થાંભલા પર પતંગ પકડવા ચડ્યો હતો.

અમદાવાદમાં પતંગોત્સવની પૂરજોશમાં તૈયારી, 7 થી 14 જાન્યુઆરી યોજાશે કાઈટ ફેસ્ટિવલ

અમદાવાદમાં પતંગોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ યોજાશે. 7 થી 14 જાન્યુઆરી દરમિયાન કાઈટ ફેસ્ટિવલ યોજાશે. તેમાં વિશ્વના અલગ અલગ દેશમાંથી પતંગ રસિકો આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તારીખ 7 જાન્યુઆરી, 2024ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વર્ષ 2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા

તહેવામાં પ્રવાસીઓ માટે વિશ્વની સૌથી ઊંચી ઈમારત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે. જેમાં 2023 ના વર્ષમાં SOU ખાતે 51,18,955 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જે સાથે જ SOU ના અધિકારીઓ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

વિરોધ છતાં ઈન્ડોનેશિયા આવી રહ્યા છે રોહિંગ્યા, 150 શરણાર્થી ઘૂસ્યા

સપ્તાહો સુધી દરિયાઈ સફર ખેડીને લગભગ 150 રોહિંગ્યા શરણાર્થીઓ ઈન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રા પ્રાંતના એક દરિયા કિનારે પહોંચ્યા છે જેમાં મોટા ભાગના ભૂખ્યા અને નબળા બાળકો અને મહિલાઓ જ છે.


  • Follow us on: