• ક્ષતિ સુધારણા માટે એક વર્ષનો સમય વધારાયો
  • 31 ડિસેમ્બર 2024 સુધી સમયમાં વધારો કરાયો
  • મહેસૂલ વિભાગે નોટીફિકેશન બહાર પાડયું

રાજ્યમાં નવા વર્ષના દિવસે ખેડૂતોને મોટી ભેટ મળી છે. જમીનની રી સર્વે બાબતે ઝડપી કામગીરી થાય તે માટે નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપતાં જમીન રી-સર્વે બાદ ક્ષતિ સુધારણા માટે સમય વધારવામાં આવ્યો છે. જે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવ્યો છે.

આજે નવા વર્ષ પર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જમીન રી-સર્વે બાદ ક્ષતિ સુધારણા માટે એક વર્ષનો સમય વધારાયો છે. જેના સાથે જ ખેડૂતોને મોટી રાહત મળી ગઈ છે. આ અંગે મહેસૂલ વિભાગે નોટીફિકેશન બહાર પાડયું છે.

રાજ્યમાં ખેતીની જમીનનો રિસર્વે રદ્દ કરવામાં આવ્યો છે, જોકે આ મામલે અતિ મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે કે, રિ- સર્વે રદ કરવામાં આવ્યો નથી પરંતું જમીન માપણી ક્ષતિઓ દૂર કરવામાં આવશે. તેમજ જમીન રી-સર્વે બાદ ક્ષતિ સુધારણા માટે 31 ડિસેમ્બર 2024 સુધી સમયમાં વધારો કરવામાં આવ્યોછે.

રી-સર્વેમાં કઈ કઈ ભુલો સામે આવી ?

  • ખેડૂતોના નામ બદલાઈ ગયા
  • ખેડૂતોના નામ નીકળી ગયા
  • ક્ષેત્રફળ ઘટી કે વધી ગયા
  • કબ્જામાં ફેરફાર થયો
  • નક્શામાં ફેરફાર થયા
  • ગામની આકારણી પણ બદલાઈ ગઈ

રાજ્યમાં વિવિધ સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી હતી તેમજ વખતો વખતે રી-સર્વે પ્રમોલગેશનની કામગીરીના સમયમાં વધારો કરવામાં આવતો હતો. અગાઉ રી-સર્વે માટેની એજન્સીઓ પણ બદલવામાં આવી હતી. ત્યારબાદ આજે મહેસુલ વિભાગ વર્તમાનમાં મુખ્યમંત્રી પાસે છે જેને લઈ સીએમ પાસે ફરિયાદો આવતા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો હોય તેમ લાગી રહ્યું છે.

  • Follow us on: