• રાજ્યનાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની બદલી
  • અન્ય જીલ્લાઓમાં સ્વ-વિનંતીનાં કિસ્સામાં ફેરબદલી કરવામાં આવી
  • લાંબા સમયથી રાજ્યના મહેસુલ વિભાગમાં હતી બદલીની માંગણીઓ

રાજ્યમાં આગામી વર્ષે ચૂંટણી પૂર્વે બદલીઓનો દોર શરૂ થયો છે. જેમાં એક સાથે મહેસુલ વિભાગે 206 બદલીના ઓર્ડર થતાં જ ખળભળાટ મચી ગઈ છે. જેમાં મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત બદલીમાં મોટા પાયે જિલ્લાફેર સાથે બદલીઓ કરવામાં આવી છે.

દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેના પહેલાં રાજય સરકાર દ્વારા અધિકારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી છે. આ બદલી અંગે માહિતી અનુસાર, અધિકારીઓની સ્વવિનંતીથી બદલીઓ કરવામાં આવી છે. આ વચ્ચે 206 જેટલા નાયબ મામલતદારોની જિલ્લાફેર બદલીઓ કરવામાં આવી છે.

છેલ્લા ઘણાં સમયથી રાજ્યનાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દ્વારા અન્ય જીલ્લાઓમાં સ્વ-વિનંતીનાં કિસ્સામાં જીલ્લા ફેરબદલીથી નિમણૂંક મેળવવા માટે કલેક્ટરની રજૂઆત કરી હતી. જે છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા વિચારણા હેઠળ હતી. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા 206 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે.

  • Follow us on: