• અંધત્વ ધરાવતા ઉમેદવારો માટે 1 ટકા અનામત
  • બધિર અને ઓછુ સાંભળનારાઓ માટે 1 ટકા અનામત
  • મગજના લકવા, વામનતા માટે 1 ટકા અનામત

આગામી સમયમાં યોજાનારી સરકારી ભરતીમાં નાયબ મામલતદારોમાં દિવ્યાંગો માટે ખાસ કેટેગરી નિયત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગ અનામત માટે કેટેગરી નિયત કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી ભરતી માટે 4 ટકા દિવ્યાંગ અનામત નક્કી કરવામાં આવી છે.

આ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અંધત્વ ધરાવતા ઉમેદવારો માટે 1 ટકા અનામત જ્યારે બધિર અને ઓછુ સાંભળનારાઓ માટે 1 ટકા અનામત નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે મગજના લકવા, વામનતા માટે 1 ટકા અનામત નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે રાજય સરકારે બૌધ્ધિક દિવ્યાંગ, માનસિક બિમાર માટે 1 ટકા અનામત નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના સંબંધિત સંવર્ગમાં સીધી ભરતીથી ભરવાની થતી કુલ ખાલી જગ્યાના ચાર ટકા જગ્યાઓ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે અનામત રાખવાનો નિર્ણય લીધો છે. અગાઉ 3 ટકા જગ્યા અનામત રાખવાની જાહેરાત કરાઇ હતી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સીધી ભરતીના કિસ્સામાં 4 ટકા જગ્યા અનામત રાખવાની સૂચના જાહેર કરાઇ હતી. જેને ધ્યાને લઇને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 17 સપ્ટેમ્બરે સુનિશ્વિત કરાયેલા દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે 4 ટકા અનામતનો ઠરાવ જારી કર્યો છે. 

  • Follow us on: