- પીએમ મોદીએ બીજેપીના શાસન અંગે શરૂ કર્યો સરવે
- પીએમ મોદીએ ટ્વિટર પર શેર કરી માહિતી
- નમો એપ પર ફીડબેક આપવા માટે જણાવ્યું
એક તરફ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તો બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઇને પણ તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. તમામ રાજકીય દળો અંદરખાને તો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે બીજેપી પીએમ મોદીની આગેવાનીમાં ફરીથી સત્તા પર આવવા માટે હેટ્રિક મારવાની તૈયારી કરી રહી છે.
પીએમ મોદીએ માગ્યો જનતાનો અભિપ્રાય
મહત્વનું છે કે વિપક્ષીઓએ ભાજપના વિજયરથને રોકવા માટે ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે. ત્યારે હવે પીએમ મોદીએ 10 વર્ષના કામકાજને લઇને જનતા પાસેથી ફીડબેક માગ્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું. કે છેલ્લા 10 વર્ષમાં ભારતે વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલી પ્રગતિ વિશે તમારું શું માનવું છે? પીએમએ જનતાને અર્થવ્યવસ્થા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા, અર્થવ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, રોજગાર સર્જન વગેરે પર તેમનો શું અભિપ્રાય છે તે જણાવવા કહ્યું છે.
કેવી રીતે જણાવશો અભિપ્રાય ?
નમો એપ પર તમે પ્રતિભાવ જણાવી શકો છો. આ માટે નમો એપ પર #JanManSurvey દ્વારા તમારો પ્રતિભાવ સીધો મારી સાથે શેર કરવા પીએમ મોદીએ જણાવ્યું છે.
PMએ સ્થાનિક સાંસદો પાસેથી રિપોર્ટ માંગ્યો
પીએમ મોદીએ લોકો પાસેથી તેમના સ્થાનિક સાંસદોના રિપોર્ટ પણ માંગ્યા છે. જન માનવ સર્વેમાં 12 પ્રશ્નો દ્વારા જનતા પાસેથી કામ અને સાંસદોના ફીડબેક માંગવામાં આવ્યા છે. છેલ્લા અને 13મા પ્રશ્નમાં લોકોને પૂછવામાં આવ્યું છે કે શું તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મત આપશે? પીએમ એ પણ જાણવા માંગતા હતા કે શું વોટિંગ વખતે વડાપ્રધાન પદના ઉમેદવાર પણ મુખ્ય કારણ છે?
સાંસદોનો પણ માગ્યો રિપોર્ટ
પીએમ મોદીએ જનતા પાસેથી તેમના સ્થાનિક સાંસદોનો પણ રિપોર્ટ માગ્યો છે. જન મન સર્વેમાં જનતાને 12 સવાલો દ્વારા કામકાજ અને સાંસદોનો ફિડબેક માગ્યો છે જેમાં 13 સવાલમાં એમ પણ પૂછવામાં આવ્યુ છે કે શું 2024ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીને વોટ આપશો ?
આ ક્ષેત્રોમાં વિકાસ અંગે માંગ્યો ફીડબેક
- ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ
- સસ્તું આરોગ્યસંભાળ
- રોજગારીની તકો
- ખેડૂત સમૃદ્ધિ
- ભ્રષ્ટાચાર મુક્ત શાસન
- રાષ્ટ્રીય સુરક્ષા અર્થતંત્ર
- મહિલા સશક્તિકરણ
- ડિજિટલ ઈન્ડિયા
- સ્વચ્છ ભારત
- કાયદો અને વ્યવસ્થા
- શહેરી વિકાસ
યોજનાઓ અંગે પણ માગ્યો ફીડબેક
- પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના
- સ્વચ્છ ભારત મિશન
- આયુષ્માન ભારત યોજના
- આવકવેરાના સ્લેબમાં ઘટાડો
- વંદે ભારત/મેટ્રો/નમો ભારત
- જનઔષધિ કેન્દ્ર
- પીએમ જન ધન યોજના
- ડિજિટલ ઈન્ડિયા
- જલ જીવન મિશન