• લાંબા સમયથી પેન્ડિંગ બિલ અંતે પાસ થઈ જશે
  • મહિલાઓના મતનું આખું ગણિત સામે આવ્યું
  • વધી રહેલી યુવા મહિલા મતદાતાનો મોટો ફાળો

દેશના રાજકારણમાં મહિલાઓને સ્થાન મળે એ હેતુંથી મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે. મહિલાઓને અધિકાર મળે એ માટે યોગ્ય નિર્ણય કર્યો છે. છેલ્લા પાંચ દાયકામાં સાંસદ અને વિધાનમંડળમાં મહિલા અનામતની માગ કરવામાં આવી રહી હતી. આ દિશામાં એચડી દેવગૌડાથી લઈને અટલ બિહારી વાજપેય તથા સોનિયા ગાંધી સુધી મહિલાઓના હક માટે પગલાં લીધા હતા. પણ એને મંઝીલ સુધી પહોંચાડી શક્યા ન હતા. હવે એક લાંબા સમય બાદ મહિલા અનામતનો માર્ગ મોકળો થઈ ગયો છે.

વિપક્ષે પણ સમર્થન આપ્યું

છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ પડી રહેલા મહિલા અનામત બિલને લાવીને મોદી સરકારે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા મોટું રાજકીય સાહસ કરી લીધું છે. સોમવારે યોજાયેલી એક બેઠકમાં મહિલા અનામત બિલને કેબિનેટમાંથી મંજૂરી મળી હતી. પછી હવે બુધવારે સરકાર આ બિલને સંસદમાં મૂકશે. સંસદમાંથી આ મહિલા અનામત બિલને સરકાર સરળતાથી પસાર કરી લેશે. કારણ કે, લોકસભા અને રાજ્યસભા એમ બન્નેમાં નિર્ણાયક નંબર મોદી સરકારના પક્ષમાં છે. કોંગ્રેસથી લઈને બીઆરએસ સુધીના વિપક્ષ મહિલા અનામતની તરફેણમાં હતા.

મહિલાઓના મતની ટકાવારી વધી

મહિલાઓની વોટિંગ પેટર્ન્ટમાં પણ ફેરફાર આવ્યો છે. મહિલાઓ હવે પુરૂષો કરતા વધારે મતદાન કરી રહી છે. પુરૂષોની સમકક્ષ રહીને કામ કરી રહી છે. મહિલાઓ પોતાની પસંદગીના ઉમેદવારને સપોર્ટ કરી રહી છે. મહિલાઓની મતદાનની ટકાવારી પણ વધી છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની તુલનામાં મહિલાઓના મતદાનની ટકાવારી એક ટકા વધારે રહી છે. આ પહેલાની લોકસભાની ચૂંટણીમાં કુલ 67 ટકા મતદાન રહ્યું છે. ભાજપને 35 અને કોંગ્રેસને 20 ટકા મહિલાઓના મત મળ્યા છે.

લોકસભા ચૂંટણીમાં લાભ

દેશને આઝાદી મળી એ પછી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો. પણ અધિકારનો ઉપયોગ થઈ રહ્યો ન હતો. વિકાસ અને ચૂંટણી રીફોર્મને ધ્યાને લેતા મહિલાઓના મતદાનની ટકાવારી વધી ગઈ હતી. પછી ચૂંટણીપંચ તરફથી પણ મહિલાઓને મતદાન કરવા અપીલ કરાઈ હતી. અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મહિલાઓ માટે અલગથી પિંકબુથ બનાવવામાં આવી રહ્યા છે. યુવા મહિલા મતદાતાઓની ભૂમિકા મોટી થઈ રહી છે. ખાસ કરીને જેઓ પહેલી વખત મતદાન કરી રહ્યા છે. મોદી સરકારનો સંપૂર્ણ પ્રયાસ હશે કે બન્ને ગૃહમાં બિલ પાસ થાય. કોંગ્રેસે પણ આ બિલને સમર્થન આપ્યું છે. આનો સીધો લાભ મોદી સરકારને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં મળી શકે છે.

  • Follow us on: