દિલ્હી પોલીસે પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટની નકલી ટિકિટ વેચવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ કોન્સર્ટ દિલજીતની 'દિલ-લ્યૂમિનાટી ટૂર'નો એક ભાગ છે. 26મી ઓક્ટોબરે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં તેમનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. દિલ્હી પોલીસે એક મહિના પહેલા ગાયકના ચાહકોને ચેતવણી આપી હતી કે 'ગીતના ચક્કરમાં ખોટી લિંક પર ક્લિક કરીને તમારું બેન્ડ વગાડશો નહીં.'


નકલી ટિકિટો વેચીને ત્રણ લોકો સાથે કરી છેતકપિંડી

મળતી માહિતી અનુસાર વ્યક્તિએ કુલ 69 ટિકિટો વેચી હતી, જેમાંથી તેને 476,870 રૂપિયાની કમાણી થઈ હતી. આરોપીઓએ તે પૈસાથી આઈફોન અને એપલ વોચ ખરીદી હતી. આરોપી કૌશિકે દિલ્હી પોલીસને જણાવ્યું હતું કે, તેણે નકલી ટિકિટ વેચીને ત્રણ લોકોને છેતર્યા હતા અને તેની પાસેથી 6.75 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પછી તે બેંગ્લોર અને ગોવા ગયો, જ્યાં તે અલગ-અલગ હોટલમાં રોકાયો અને ક્લબમાં પૈસા ખર્ચ્યા.

દિલ્હી પોલીસે ફરી આપી ચેતવણી

દિલજીતના કોન્સર્ટની જાહેરાત થતાં જ તમામ ટિકિટો બુક થઈ ગઈ હતી અને ફેન્સ આ જોઈને નિરાશ થઈ ગયા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસે ચેતવણી આપી હતી કે, ફેન્સ સાથે છેતરપિંડી થઈ શકે છે. દિલ્હી પોલીસને જાણવા મળ્યું કે કેટલાક લોકો ઓનલાઈન ટિકિટો વધુ કિંમતે વેચી રહ્યા છે. તેમણે ફરીથી નાગરિકોને વિક્રેતાઓ સાથે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી.

10 થી 50 હજાર રૂપિયામાં ટિકિટ વેચાઈ રહી હતી

પોલીસે એમ પણ કહ્યું હતું કે, નકલી ટિકિટ વેચવામાં આવી રહી છે અને અજાણી લિંક પર ક્લિક કરતી વખતે લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સોશિયલ મીડિયા દ્વારા ટિકિટ વેચતો હતો અને તેની કિંમત 10,000 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીની છે.

દિલ્હી પોલીસે આપી હતી ચેતવણી

દિલ્હી પોલીસે કોન્સર્ટ પહેલા દિલજીત દોસાંઝના ફેન્સને ટિકિટની છેતરપિંડી વિશે ચેતવણી આપી હતી અને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું હતું કે, "ફક્ત ગીત સાંભળવા માટે ટિકિટ માટે ખોટી લિંક પર ચૂકવણી કરીને તમારા બેન્ડને વગાડશો નહીં."

દિલજીત દોસાંઝ ટૂર

દિલજીત દોસાંઝે આ ચેતવણીને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફરીથી પોસ્ટ કરી હતી અને દિલ્હી પોલીસ એકાઉન્ટને ટેગ કર્યું હતું અને મુઠ્ઠી ઇમોજી પોસ્ટ કરીને અધિકારીઓને સન્માન આપ્યું હતું. દિલ્હી બાદ દિલજીત હૈદરાબાદ, અમદાવાદ, લખનૌ, પુણે, કોલકાતા જેવા શહેરોની પણ મુલાકાત લેશે. તેમનો પ્રવાસ 29 ડિસેમ્બરે ગુવાહાટીમાં સમાપ્ત થશે.

  • Follow us on: