દિલ્હીમાં આર્થિક રીતે નબળી મહિલાઓને સશક્ત બનાવવા માટે સરકાર મહિલાઓને 2500 રૂપિયાની માસિક સહાય આપવા જઈ રહી છે. કેબિનેટ દ્વારા મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ આ રકમ દિલ્હીની મહિલાઓના ખાતામાં મોકલવામાં આવશે. આ યોજના હેઠળ દિલ્હીની 15 થી 20 લાખ મહિલાઓને લાભ મળશે.


દિલ્હી સરકાર વાર્ષિક 3 લાખ રૂપિયાથી ઓછી ઘરની આવક ધરાવતી મહિલાઓને આ લાભ આપશે, જે ટેક્સ ચૂકવતી નથી. જેથી આ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે. ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાના ઘોષણાપત્રમાં વચન આપ્યું હતું કે રાજધાનીની ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. નોંધણીની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. એવી અપેક્ષા છે કે તેની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.

મહિલા સમૃદ્ધિ યોજના માટેની અરજી

દિલ્હી સરકાર એક ઓનલાઈન પોર્ટલ વિકસાવી રહી છે જ્યાં મહિલાઓ આ યોજના (મહિલા સમૃદ્ધિ યોજના નોંધણી) માટે નોંધણી કરાવી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, તમામ ભરેલા ફોર્મની ચકાસણી એક અલગ સોફ્ટવેર દ્વારા કરવામાં આવશે, જે યોજના માટે પાત્ર મહિલાઓની ઓળખ કરવા માટે વિકસાવવામાં આવી રહી છે. સરકારે લાભાર્થીઓની ઓળખ માટે વિવિધ રાજ્ય વિભાગો પાસેથી ડેટા પણ માંગ્યો છે.

કોને મળશે આ યોજનાનો લાભ?

  • 2500 રૂપિયાની આ યોજના ખાસ કરીને તે મહિલાઓ માટે છે જેમની વાર્ષિક ઘરની આવક 3 લાખ રૂપિયાથી ઓછી છે અને જેઓ ટેક્સ ભરતા નથી.
  • જે મહિલાઓ સરકારી નોકરી નથી કરતી અને 18 થી 60 વર્ષની વયની છે તેઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે.
  • આ યોજના હેઠળ જે મહિલાઓને સરકાર તરફથી અન્ય કોઈ આર્થિક સહાય મળતી નથી તેમને પણ સામેલ કરવામાં આવે છે.
  • અરજી કરતા પહેલા અરજદાર ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે દિલ્હીનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજદારનું દિલ્હીમાં એક જ બેંક ખાતું હોવું આવશ્યક છે, જે તેમના આધાર નંબર સાથે જોડાયેલું હોય.
  • વાર્ષિક રૂ. 3 લાખ સુધીની આવક માટે વિસ્તારના SDM અથવા મહેસૂલ વિભાગના અન્ય કોઈ અધિકૃત અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર.

કયા દસ્તાવેજોની જોઇશે?

યોજનાની નોંધણી માટે કયા દસ્તાવેજોની જરૂર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ નથી, પરંતુ અરજદારોને આધાર કાર્ડ, BPL રેશન કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર અને મોબાઈલ નંબર જેવી વસ્તુઓની જરૂર પડી શકે છે. આ સિવાય પોર્ટલ પર પણ એપ્લિકેશનને આધાર સાથે લિંક કરી શકાય છે.



  • Follow us on: