હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે સવારથી લઈને મધ્યરાત્રિ સુધી વિવિધ પૂજા-વિધિઓ કરવામાં આવે છે અને બાલ ગોપાલ માટે તેમની મનપસંદ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જન્માષ્ટમી પર લાડુ ગોપાલને દિવસમાં ચાર વખત ભોજન આપવાનો નિયમ છે. જો સાચા નિયમોનું પાલન કરીને પ્રસાદ ચઢાવવામાં આવે તો ભગવાન કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

Janmashtami 2026 4th septemper

આર્થિક ઉન્નતિ લાવશે બાળ ગોપાલને ધરાવો ભોગ

૧. સવારનો પ્રથમ ભોગ (સવારે ૬ થી ૭ વાગ્યા વચ્ચે)

જન્માષ્ટમીની સવારે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે લાડુ ગોપાલને પ્રથમ ભોગ ધરાવો. પ્રસાદ અર્પણ કરતા પહેલાં તાળીઓ પાડીને બાલ ગોપાલને જગાડો અને સૌથી પહેલા દૂધ અર્પણ કરો. બાદમાં આ દૂધનો ઉપયોગ અન્ય વાનગીઓ કે પ્રસાદમાં કરી શકાય છે.

૨. સ્નાન અને શૃંગાર બાદ બીજો ભોગ

બાલ ગોપાલને પંચામૃત અને જળથી સ્નાન કરાવ્યા પછી નવા વસ્ત્રો પહેરાવો, સુંદર શૃંગાર કરો અને તિલક લગાવો. ત્યારબાદ તેમને માખણ-મિશ્રી અથવા લાડુનો પ્રસાદ ધરાવો. આ ભોગ અર્પણ કર્યાના થોડા સમય બાદ તેનો પ્રસાદ તરીકે ઉપયોગ કરી શકાય છે.

૩. બપોરનો ત્રીજો ભોગ

બાલ ગોપાલને ત્રીજો ભોગ બપોરના સમયે ધરાવવામાં આવે છે. જન્માષ્ટમી નિમિત્તે બનાવવામાં આવેલી ફરાળી વાનગીઓ અથવા ફળો અર્પણ કરી શકાય છે. સામાન્ય દિવસોમાં પરિવારના સભ્યો ભોજન કરે તે પહેલાં ગોપાલજીને સાત્વિક અન્નનો ભોગ ધરાવો. ધ્યાનમાં રાખવું કે ભોજનમાં ડુંગળી કે લસણનો ઉપયોગ બિલકુલ ન થવો જોઈએ.

૪. સાંજનો ચોથો ભોગ

સાંજના સમયે લાડુ ગોપાલને ચોથો ભોગ અર્પણ કરો. આ સમયે તમે ડ્રાયફ્રૂટ્સ (બદામ), ફળો, દૂધ અથવા જન્માષ્ટમી માટે ખાસ તૈયાર કરેલી વાનગીઓ ધરાવી શકો છો.

ભોગ અર્પણ કરતી વખતે તુલસીના પાનનું મહત્વ

ભગવાન વિષ્ણુ કે તેમના કોઈપણ સ્વરૂપને ભોગ ધરાવતી વખતે પ્રસાદમાં તુલસીનું પાન (તુલસી પત્ર) મુકવું અનિવાર્ય છે. માન્યતા અનુસાર તુલસીના પાન વગર ભગવાન ભોગ સ્વીકારતા નથી. તુલસી ઉમેરવાથી પ્રસાદ દિવ્ય અને પવિત્ર બને છે, જેનાથી ઘરમાં સદાય અન્ન અને ધનની બરકત રહે છે.


આ પણ વાંચો : Govinda પરિવારનો ઝઘડો થયો ખતમ? સુનીતા આહુજાની દીકરીએ કૃષ્ણા અભિષેકને બાંધી રાખડી