જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણના ધરતી પર જન્મની ઉજવણીનો ધાર્મિક તહેવાર. દેશભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની ઉજવણીની રોનક જોવા મળી રહી છે. બજારોમાં, મહિલાઓ ભગવાન કૃષ્ણના શણગારને સુંદર વસ્તુઓની ખરીદી કરી રહી છે. લાડુ ગોપાલને સજાવવા મુગટ, મોરના પીંછા, વાંસળી અને આકર્ષક ઘરેણાંની ભારે માગ છે. આ સાથે, લાડુ ગોપાલ માટે વિવિધ પ્રકારની શણગારની વસ્તુઓ ખરીદવામાં આવી રહી છે,

લાડુ ગોપાલની પૂજા શુભ મનાય છે

ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની સેવા અને પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. જે ઘરમાં લાડુ ગોપાલ વિરાજમાન હોય છે, ત્યાં પરિવારના સભ્યો તેમને ઘરના જ એક બાળકની જેમ રાખે છે, જેનાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. પરંતુ, શાસ્ત્રો અને વાસ્તુ અનુસાર લાડુ ગોપાલની સેવા-પૂજાના કેટલાક કડક નિયમો દર્શાવવામાં આવ્યા છે. જો ઘરમાં લાડુ ગોપાલ હોય, તો પૂજા દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

પ્રસાદ ચઢાવ્યા બાદ મંદિરમાં ગંદા વાસણો ન રાખવા

ઘણા લોકો લાડુ ગોપાલને પ્રસાદ અર્પણ કર્યા પછી વાસણો મંદિરમાં જ છોડી દે છે. ધાર્મિક માન્યતા મુજબ, ભોગ ધરાવ્યા બાદ તે વાસણો અશુદ્ધ બની જાય છે. તેથી પ્રસાદ અર્પણ કર્યાના ૧૦ મિનિટની અંદર વાસણોને લાડુ ગોપાલ પાસેથી હટાવી લેવા જોઈએ. હંમેશાં નવડાવેલા અથવા સ્વચ્છ વાસણોમાં જ ભોગ ધરાવવો, જૂના કે ગંદા વાસણોનો ઉપયોગ કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી.

ખંડિત મૂર્તિઓ તાત્કાલિક દૂર કરવી

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના મંદિરમાં કે લાડુ ગોપાલની આસપાસ ક્યારેય પણ તૂટેલી કે ખંડિત મૂર્તિઓ ન રાખવી જોઈએ. આવી મૂર્તિઓ ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે. જો મંદિરમાં કોઈ ખંડિત મૂર્તિ હોય, તો તેને તાત્કાલિક સન્માનપૂર્વક જળ પ્રવાહિત કરી દેવી અથવા વિસર્જિત કરી દેવી.

પવિત્રતા અને વસ્ત્રોની સ્વચ્છતાનું રાખવું ધ્યાન

લાડુ ગોપાલની સેવા કરતી વખતે શુદ્ધતા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તેમના વસ્ત્રો બદલ્યા બાદ તેને યોગ્ય રીતે ધોઈને જ ફરી ઉપયોગમાં લેવા. લાડુ ગોપાલની આસપાસ ક્યારેય ગંદા કે વાસી કપડાં ન મૂકવા અને તેમને દરરોજ સ્વચ્છ તથા સુંદર વસ્ત્રો જ પહેરાવવા. લાડુ ગોપાલને ધરાવેલ ફળ સૂકાઈ જાય તે પહેલા ત્યાંથી લઈ લેવું.


આ પણ વાંચો : Janmashtami 2026: જન્માષ્ટમી પર લાડુ ગોપાલને ભોગ ધરાવવાના નિયમ જાણી લો, ઘરમાં આવશે સુખ-શાંતિ વધશે સમૃદ્ધિ