આજના સમયમાં સ્માર્ટફોન એક જરૂરિયાત બની ગયો છે. પરંતુ જે પ્રમાણે લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે એ જોતાં એવું લાગે છે જે મોબાઈલ હવે જરૂરિયાત કરતાં આદત વધારે બની ગયો હોય એવું લાગેછે. ઢગલાબંધ લોકોને ઊઠીને અરીસામાં પોતાને જોવા કરતાં મોબાઈલ માં નોટિફિકેશન જોવા વધારે ગમતા હશે અને આ સતત ફોનના વપરાશને લીધે સતત ફોન ને ચાર્જ પણ કરવો પડતો હોય છે. પરંતુ આવા કાળ જાળ ઉનાળામાં ફોન ચાર્જ કરતી વખતે ભૂલથી પણ આ ભૂલો ન કરતાં નહીંતો પ્રૉબ્લેમમાં મુકાઇ જશો.
ઉનાળામાં ચાર્જ કરતી વખતે સ્માર્ટફોન ઘણી વાર ખુબજ ગરમ થઈ જાય છે. ફોન વધુ ગરમ થવાને કારણે ફોન બ્લાસ્ટ થવાના ઘણા કિસ્સાઓ પણ થઈ ચૂક્યા છે. જો તમે ફોન ચાર્જ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો છો, તો તમે આવા અકસ્માતોથી ચોક્કસથી બચી શકો છો. આજે આપણે આવા જ કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે .
હમેશા ઓરિજિનલ ચાર્જર વાપરો
યાદ રાખો કે હંમેશા ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરો. તમારે તમારા ફોનને ઓરિજનલ ચાર્જર અથવા મોબાઇલના જાણકાર તરફથી સૂચવાયેલા અન્ય ચાર્જરથી ફોન ચાર્જ કરવો જોઈએ... ઘણા લોકો ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરે છે. જો તમારો ફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, તો કોઈ સમસ્યા નથી પરંતુ જો ફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતો નથી તો મોટી સમસ્યા થઈ શકે છે હેન્ડસેટને ઇન્ટરનલ ડેમેજ થઈ શકે છે.
ચાર્જ કરતી વખતે ફોનું કવર કાઢી નાખો
ઉનાળામાં ફોન ચાર્જ કરતી વખતે, તેનું કવર કાઢી નાખો કવરમાં લાગેલો મોબાઈલ આમ કરવાથી ફોન વધુ ગરમ થવાથી બચશે. ઘણા લોકો ફોનને ચાર્જમાં લગાવીને જ તેનો ઉપયોગ કરતાં હોય છે કોલ કરતાં હોય છે ગેમ રમત હોય છે તો મિત્રો આ કામ ભૂલથી પણ ના કરતાં કેમકે આવી રીતે ફોન વાપરવાથી તમારો હેન્ડસેટ ખુબજ હિટ પકડી શકે છે હાથમાં કે ક્યાં પાસે ફોન બ્લાસ્ટ થઈ શકે છે જીવને જોખમ થઈ શકે છે ટૂંકમાં ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ.
સૂર્યપ્રકાશની સીધી અસરથી ફોન દૂર રાખો
આ સિવાય, ફોનને એવી જગ્યાએ ન રાખો જ્યાં ખૂબ ગરમી હોય, એટલે કે જ્યાં સૂર્યપ્રકાશ સીધો આવતો હોય ત્યાં નહીં . ચાર્જ કર્યા પછી ઘણા લોકો રાત્રે ફોન ને ઓશિક નીચે રાખીને સૂઈ જતાં હોય છે તો તમારે તમારા સ્માર્ટફોનને ઓશિકા નીચે ક્યારેય ન રાખવો જોઈએ આનાથી આગ લાગી શકે છે. તો બસ ત્યારે આટલી નાની મોટી બાબતો ને ધ્યાનમાં રાખીને તમે તમારી જાતને અને તમારા ફોનને બેય ને સુરક્ષિત રાખી શકો છો