- ફોનના સેટિંગમાં પુશ નોટિફિકેશન્સ કરો બંધ
- સ્ક્રીન બ્રાઈટનેસને એડજેસ્ટ કરવાથી બેટરી ઓછી વપરાશે
- જીપીએસ અને લોકેશન સર્વિસ પણ ઘટાડે છે સ્માર્ટફોનની બેટરી
સ્માર્ટફોન આપણા સૌના માટે જીવનનો જરૂરી હિસ્સો બની ગયું છે. આ સમયે તમે તમારા ફોનને અપ ટુ ડેટ રાખવા ઈચ્છો છો તો તમે તેને માટેની કેટલીક ટિપ્સને ધ્યાનમાં રાખી લો તે જરૂરી છે. તેનાથી તમારો ફોન લાંબા સમય સુધી સારો રહેશે. આ સાથે જ જો તમે તમારા ફોનની બેટરીને વધારે લાંબો સમય ચલાવવા ઈચ્છો છો તો તમે નાની નાની વાતોને ફોલો કરી લો. તેનાથી તમારો ફોન સારો રહેશે અને તમારું કામ પણ અટકશે નહીં.
ડાર્ક મોડ
ફોનની બેટરી બચાવવા માટે સૌથી સારો ઓપ્શન એ છે કે તમે ફોનના સેટિંગમાં ડાર્ક મોડને એક્ટિવ કરો. આ માટે તમે OLED અને AMOLEDની સાથે આવનારા ફોન બેટરી વધુ યૂઝ કરે છે. આ સિવાય તમે ફોનમાં લાઈટ મોડ એક્ટિવેટ રાખો છો તો સ્ક્રીન પર પિક્સલ વધારે આવે છે અને બેટરી વધારે વપરાય છે.
સ્ક્રીન બ્રાઈટનેસ
સ્માર્ટફોનની બેટરી બચાવવા માટે તમે ફોનની સ્ક્રીન બ્રાઈટનેસને એડજેસ્ટ કરી લો તે જરૂરી છે. આ સિવાય જો તમને વધારે જરૂર ન રહે તો તમે તેને સમયાંતરે ઘટાડી શકો છો. તેનાથી બેટરીની ખપત ઓછી થશે.
લોકેશન સર્વિસ
સ્માર્ટફોનની બેટરી સિવાય જીપીએસ અને લોકેશન સર્વિસ પણ ફોનની બેટરી પર અસર કરે છે. એવામાં તમે તેને બંધ કરીને રાખો તે જરૂરી છે. જો કે આ એપ્સને તમે સમય મુજબ જ યૂઝ કરો છો તો તેનું સેટિંગ બંધ રાખવાથી ફાયદો થશે.
પુશ નોટિફિકેશન્સ
સ્માર્ટફોનમાં યૂઝર્સ ખાસ કરીને અનેક એપ્સનો ઉપયોગ કરે છે અને તેના પુશ નોટિફિકેશન્સ પણ હંમેશા ચાલુ રહે છે. ફોનની બેટરીને ઓછી કરવા માટે તમે જરૂરી એપ્લીકેશન રહેવા દો પણ બિન જરૂરી એપ્લીકેશન અને તેના પુશ નોટિફિકેશનન્સને ઓફ કરો. નેટવર્ક વાળા વિસ્તારમાં ફોનને એયરોપ્લેન મોડમાં રાખો.
બેકગ્રાઉન્ડ એપ્સ
આ સાથે જ ફોનના બેકગ્રાઉન્ડ એપ્સને વારેઘડી બંધ ન કરો. તેનાથી તમારા ફોનની બેટરી થોડો વધુ સમય ચાલી શકે છે.
તો આ નાની વાતોનું ધ્યાન રાખી લેવાથી તમે તમારા સ્માર્ટફોનની બેટરીની ખપતને ઘટાડી શકો છો અને ફોનની બેટરીને લાંબા સમય સુધી ચલાવી શકો છો.
Disclaimer: આ લેખ વાચકોની વધારે જાણકારી માટે મૂકવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.