• ગંદા એર ફિલ્ટર બાઇકની માઇલેજની સાથે એન્જિનને કરે છે નુકસાન
  • બાઇકની માઇલેજ વધારવા માટે શું રાખવું જોઈએ ધ્યાન
  • બાઇકની કેટલી સ્પીડમાં ચલાવવાથી થઈ શકે છે ફાયદો

દરેક સર્વિસમાં એર ફિલ્ટર સાફ કરવામાં આવે છે. દર 20,000 કિલોમીટરે એર ફિલ્ટર બદલવું જોઈએ. ગંદું એર ફિલ્ટર તમારી બાઇકના એન્જિનમાં હવાની માત્રાને મર્યાદિત કરે છે. તમે હંમેશા તમારી બાઇક પાસેથી શ્રેષ્ઠની અપેક્ષા રાખો છો. ઘણી વખત જોવા મળ્યું છે કે બાઇકની માઇલેજ ઓછી થતી જાય છે. હવે ઓછી માઇલેજની પાછળ ઘણા કારણો હોય છે. જેમાં સૌથી મોટું કારણ સમય પર સર્વિસ ન કરાવવાનું છે. તેમજ ખરાબ રીતે બાઇક ચલાવવાથી પણ માઇલેજ પર ખરાબ અસર પડે છે. પરંતુ તમે નથી જાણતા કે એર ફિલ્ટરના કારણે પણ માઇલેજ પર સારી અને ખરાબ અસર પડે છે.

ક્યારે બદલવું એર ફિલ્ટર

જોકે, દરેક સર્વિસમાં એર ફિલ્ટર સાફ કરવામાં આવે છે. પરંતુ દર 20,000 કિલોમીટરે એર ફિલ્ટર બદલવું જોઈએ. એક ગંદું એર ફિલ્ટર તમારી બાઇકના એન્જિનમાં હવાની માત્રાને માર્યાદિત કરે છે. જેના કારણે એન્જિન સુધી હવા સારી રીતે પહોંચતી નથી અને પેટ્રોલનો વપરાશ વધી જાય છે. આટલું જ નહીં એન્જિને પણ ઘણું નુકસાન થાય છે. એટલા માટે જરૂરી છે કે સમય પર એર ફિલ્ટરની સફાઈ કરાવવી. બાઇકમાં એર ફિલ્ટર એવી રીતે જ કામ કરે છે જેવી રીતે આપણી બોડીમાં ફેફસા કામ કરે છે. એર ફિલ્ટર નાના કણોને એન્જિનમાં પ્રવેશતા અટકાવે છે. જેના કારણે એન્જિનમાં થતા નુકસાનથી બચી શકે છે. એટલા માટે એર ફિલ્ટરની નિયમિત સફાઈ કરાવવી જરૂરી છેય.

સારી માઇલેજ માટે અપનાવો આ ટિપ્સ

બાઇક ચલાવતી વખતે લોઅર ગિયરમાં શિફ્ટ થવા થાય તો એક્સિલરેટરને બિલકુલ દબાવો નહીં કારણ કે આમ કરવાથી એન્જિનમાં પેટ્રોલનો વપરાશ વધે છે જેના કારણે માઇલેજ ઘટવા લાગે છે. આ ઉપરાંત ગરમીમાં નાઈટ્રોજન હવા ટાયર માટે વરદાન છે. આના ઉપયોગથી ટાયર ઠંડા રહે છે અને માઇલેજ પણ સારી મળે છે. આટલું જ નહીં પણ બાઇકનું પર્ફોમન્સ સારુ રહે છે. તમે બાઇકને ઓછી ચલાવો કે વધારે પણ તમારે સમય પર બાઇકની સર્વિસ કરાવવી જોઈએ. જો તમે આવું કરશો તો એન્જિનની સાથે-સાથે બાઇકના અન્ય પાર્ટસ પણ સારા રહેશે અને સારુ પર્ફોમન્સની સાથે સારી માઇલેજ મળશે. જો તમે બાઇકને 40થી 60kmphની સ્પીડ પર ચલાવો છો તો તેના કારણે એન્જિન સારુ પર્ફોમન્સ આપશે અને પેટ્રોલનો વપરાશ પણ ઓછો કરશે જેના લીધે સારી માઇલેજ મળશે.


  • Follow us on: