• ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે
  • દેશમાં ઘણા ધર્મ, જાતિના લોકો એકસાથે રહેતા હોય છે
  • હરિયાણા અને રાજસ્થાનના લોકો સૌથી વધુ શાકાહારી છે


ભારત એક એવો દેશ છે, જેમાં ઘણા ધર્મ અને જાતિના લોકો રહે છે. આવા ભારતીયો ખાન-પાનની રીત પણ અલગ છે. જે દરેક રાજ્યમાં જુદી-જુદી નજરે પડે છે. સોશિયલ મીડિયામાં ભારતમાં ખાન-પાનને લઈ ચર્ચા થતી રહે છે. ભારતના એક પ્રદેશના લોકો સૌથી વધુ માંસાહારી છે જ્યારે એક પ્રદેશના લોકો સૌથી વધુ શાકાહારી ખાવાનું પસંદ કરે છે. જો કે બાબત પણ સૌનું ધ્યાન અચૂક ખેંચતી હોય છે અને દેશ-વિદેશમાં આની નોંધ લેવાતી હોય છે.

જો કે દેશમાં નોનવેજ ખાનારા લોકોની સંખ્યા વધુ છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે દેશના કયા રાજ્યમાં માંસાહારી ખોરાક સૌથી ઓછો ખવાય છે? તમને જણાવી દઈએ કે દેશમાં સૌથી વધુ શાકાહારી લોકો ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં છે. આ રાજ્યોમાંથી એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ શાકાહારી લોકો રહે છે.


તો અમે વાત કરી રહ્યા છીએ હરિયાણાની. અહીં 80 ટકા મહિલાઓ અને 56 ટકા પુરુષોએ ક્યારેય માંસ ખાધું નથી. રાજસ્થાન બીજું રાજ્ય છે જ્યાં સૌથી ઓછી સંખ્યામાં માંસાહારી લોકો રહે છે. અહીં 75 ટકા મહિલાઓ અને 63 ટકા પુરૂષો માંસાહારી છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં માંસ ખાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે.

  • Follow us on: