• કારની ટેસ્ટ ડ્રાઈવ ડીલર દ્વારા ફ્રીમાં આપવા આવે છે
  • નોર્મલ રોડ પર ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન કાર અકસ્માતનો ભય હોય છે
  • કાર અકસ્માત બાદ જે તે થર્ડ-પાર્ટી વીમા કંપની ક્લેઈમ ચુકવે છે

 

જ્યારે પણ આપણે નવી કાર ખરીદવાનું આયોજન કરીએ છીએ ત્યારે કારના ફીચર્સ અંગે જાણવું જરૂરી હોય છે. જેથી પાછળથી કોઈ સમસ્યા ન સર્જાય. કાર અંગે જાણવા ખૂબ સંશોધન કરવામાં આવે છે. ત્યારબાદ જ્યારે આપણે ડીલર સાથે સંપર્ક કરીએ ત્યારે તે આપણને કારનો ટેસ્ટ ડ્રાઈવ લેવાનું જણાવે છે. જેથી કાર અંગે સારી જાણકારી મેળવી શકે. કારની ટેસ્ટ ડ્રાઈવ તો ડીલર દ્વારા ફ્રીમા કરાવાય છે.

પરંતુ ટેસ્ટ ડ્રાઈવ નોર્મલ રોડ પર કરવામાં આવે છે જેથી બીજા વાહનોની જેમ તેને પણ અકસ્માતનો ભય હોય છે. આ એક સામાન્ય વાત છે. પરંતુ શું તમે કદી વિચાર્યું કે જો ટેસ્ટ ડ્રાઈવ લેતા સમયે કારનો એક્સિડેન્ટ થઈ જાય તો તેની ભરપાઈ કોણ કરે ?, કાર રિપેરિંગના પૈસા કોણે આપવાના હોય છે. આવો જાણીએ આવા સવાલોના જવાબ.

ગ્રાહકોને પૈસા નથી આપવા પડતા

ટેસ્ટ ડ્રાઈવ લેતા કાર અકસ્માત થવો એક ખરાબ ઘટના ગણી શકાય. કારણ કે જ્યારે તમે કારનો ટેસ્ટ ડ્રાઈવ લેતા હોવ તો કાર ખરીદી નથી હોતી. જેથી તમારી પાસે કારનો ઈન્શ્યૉરન્સ નથી હોતો. જેથી આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે કારમાં થયેલા ડેમેજની ભરપાઈ કોણે કરવી પડે. ટેસ્ટ ડ્રાઈવ કરતા સમયે તમારી ભૂલ અથવા કોઈ અન્ય વ્યકિતની ભૂલના લીધે અકસ્માત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જો ટેસ્ટ ડ્રાઈવ લેતા કાર અકસ્માત થાય અથવા નુકસાન થાય તો તેના પૈસા ગ્રાહકોએ નહિ આપવાના હોતા. આવામાં એ સવાલ થાય કે જો ગ્રાહક નાણાં નથી ચૂકવતો તો નુકસાનીની ભરપાઈ કોણ કરે છે.

ગ્રાહકો નહિ તો પૈસા કોણ આપે છે?

ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન જો કાર અકસ્માત સર્જાય તો તેની ભરાઈ કંપની કરે છે. કારમાં જે પણ નુકસાન થાય તેના રિપેરિંગનો ખર્ચો કંપની આપે છે. ગ્રાહકને કોઈપણ પ્રકારને ચાર્જ નથી ચુકવવો પડતો. કંપની કારમાં ડેમેજની ભરપાઈ એક થર્ડ-પાર્ટી વીમા પાસે કરાવે છે. એટલે કંપનીના ખિસ્સામાંથી એક પૈસા નથી ખર્ચ થતો. જો કે, ટેસ્ટ ડ્રાઈવ એવા લોકોને અપાય છે જેની પાસ લાયસન્સ હોય છે. પરંતુ લાયસન્સ હોવા છતાં લોકોથી અકસ્માત સર્જાઈ જતો હોય છે. ભલે તમારે ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન થયેલા અકસ્માતની ભરપાઈ ન કરવી પડે. છતાં તમારે સેફ ડ્રાઈવિંગ કરવું જોઈએ.


  • Follow us on: