• NSEના નિફ્ટીમાં 0.77%નો વધારો
  • BSEના સેન્સેક્સમાં 0.78%નો વધારો
  • સેન્સેકસ 622 પોઈન્ટના સુધારા સાથે બંધ

ભારતીય શેરબજાર આજે 12મી જુલાઈએ શુક્રવારે કારોબારના છેલ્લા દિવસે મસમોટા વધારા સાથે બંધ થયું હતું. સવારે પણ માર્કેટ ગ્રીન ઝોનમાં ઓપન થયું હતું. સવારે કારોબારમાં નિફ્ટીએ પણ ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી. આઈટી શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી દિવસના કારોબારમાં ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા હતા.

નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 1600થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 622 પોઈન્ટના ઉછાળા સાથે 80,519 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 186 પોઈન્ટના ઉછાળા સાથે 24,502 પોઈન્ટની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો.


ગુરુવારે બજાર ફલેટ બંધ રહ્યું હતું

11 જુલાઈના રોજ શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 27 પોઈન્ટના ઘટાડા સાથે 79,897 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 8 પોઈન્ટ ઘટીને 24,315 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં ઉછાળો અને 14માં ઘટાડો જોવા મળ્યો હતો.


 

  • Follow us on: