- આજે રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો
- રાજ્યોમાં અલગ-અલગ ટેક્સને કારણે ઈંધણના દરો અલગ-અલગ છે
- દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા
સરકારી ઓઈલ કંપનીઓએ આજે એટલે કે, 12 જુલાઈએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગ્યે અપડેટ કરવામાં આવે છે. જે પ્રમાણે આજે દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું થયું છે. જ્યારે ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.
આવામાં પેટ્રોલ ભરાવવા પેટ્રોલ પંપ જતા પહેલા આ જાણકારી જરૂર છે કે આજે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના કયા ભાવ મળી રહ્યા છે. અહીં અમે આપને દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવની જાણકારી આપીશું.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
| ક્રમ | શહેર | પેટ્રોલનો ભાવ લિટરમાં | ડીઝલનો ભાવ લિટરમાં |
| 1 | અમદાવાદ | 94.44 રૂપિયા | 90.11 રૂપિયા |
| 2 | વડોદરા | 94.09 રૂપિયા | 89.76 રૂપિયા |
| 3 | જામનગર | 94.34 રૂપિયા | 90.01 રૂપિયા |
| 4 | સુરત | 94.61 રૂપિયા | 90.30 રૂપિયા
|
ચેન્નઈમાં પેટ્રોલ 10 પૈસા અને ડીઝલ નવ પૈસા મોંઘું થયું
જો દેશના મુખ્યનગરોની વાત કરીએ તો દિલ્હી, મુંબઈ અને કોલાકાતામાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરબદલ નથી થયો. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલના ભાવમાં 10 પૈસા અને ડીઝલના ભાવ 9 પૈસા વધ્યા છે.મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
| ક્રમ | મહાનગર | પેટ્રોલના ભાવ લિટર | ડીઝલના ભાવ લિટર | |
| 1 | દિલ્હી | 94.72 રૂપિયા | 87.62 રૂપિયા |
|
| 2 | મુંબઈ | 103.44 રૂપિયા | 89.97 રૂપિયા |
|
| 3 | કોલકાતા | 104.95 રૂપિયા | 91.76 રૂપિયા |
|
| 4 | ચેન્નઈ | 100.85 રૂપિયા | 91.76 રૂપિયા |
|
પેટ્રોલ-ડીઝલ ક્યાં મોંઘું અને ક્યાં સસ્તું
રાજ્યના સ્તરે વાત કરીએ તો આજે યુપીમાં પેટ્રોલ-ડીઝલ મોંધું થયું છે. યુપીમાં પેટ્રોલ 23 પૈસા વઘીને મોંઘું થયું છે. ડીઝલ 26 પૈસા વધીને 87.79 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. આ ઉપરાંચ આંધ્ર પ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કેરળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને મણિપુરમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે.
જ્યારે પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ 25 પૈસા ઘટીને 106.18 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 23 પૈસા ઘટીને 92.90 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. આ ઉપરાંત આસામ, ગુજરાત, ઝારખંડ, પંજાબ અને તેલંગાણામાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટયા છે.