• ચોમાસામાં કારમાં ACના ટેમ્પ્રેચરનું રાખો ખાસ ધ્યાન
  • ચોમાસા પહેલા ACની સર્વિસ કરાવી જોઈએ
  • કારના ACનું તાપમાન ફ્યુલ બચાવી શકે છે

ચોમાસાની ઋતુમાં કારના ACનો ઉપયોગ ઘણો વધી જાય છે. આ ઋતુમાં AC ચાલુ રાખવાનું સાચું તાપમાન જાણી લેશો તો તમે ફ્યૂલ બચાવી શકો છો. ચોમાસાની ઋતુમાં કારનું AC 24°Cથી 26°Cની વચ્ચેના તાપમાનમાં ચાલુ રાખવું સૌથી સારુ હોય છે. આ તાપમાન તમને આરામદાયક લાગે છે તેમજ ફ્યૂલની બચત કરાવે છે. આ સિવાય કારની અંદરના ભેજને પણ નિયત્રણમાં રાખશે. તો જાણો કામની ટિપ્સ.

ચોમાસાની ઋતુમાં કારની AC ચાલુ હોય ત્યારે શું ધ્યાનમાં રાખવું

ચોમાસાની ઋતુ દરમિયાન ACનો ફેન મધ્યમ સ્પીડ પર ચલાવવો જોઈએ. જેના કારણે ઠંડી હવા સમગ્ર કેબિનમાં સરખે ભાગે વહેંચશે અને તમને ઠંડી લાગવાની શક્યતા ઓછી રહેશે. તેમજ ACના રીસર્ક્યુલેશન મોડનો ઉપયોગ કરવો જોઈએ. જેના કારણે અંદરની હવાને ઠંડી કરવામાં આવશે અને બહારથી ગરમ અને ભેજવાળી હવાને અંદર આવતા રોકશે.

કારમાં AC ચાલુ હોય ત્યારે ભેજનું પ્રમાણ ઓછું કરવા શું કરવું જોઈએ

ACના ventsને ઉપરની તરફ અને થોડું તમારા ચહેરાથી હટાવીને રાખો. જેના કારણે ઠંડી હવા સીધી તમારા ચહેરા પર નહીં આવે અને તમને ગળું ખરાબ થવાની સંભાવના ઓછી રહેશે. ચોમાસાની ઋતુમાં કારના કાચ થોડા ખુલ્લા રાખો. કારના કાચ થોડા ખુલ્લા રાખવાથી કારની અંદરની ભેજવાળી હવાને બહાર નીકળવામાં મદદ મળશે અને કાચમાં ભેજ જામવાનું ઓછું થશે. તેમજ ચોમાસાની ઋતુમાં પહેલા જ ACની જાળવણી કરો. આ સુનિશ્ચિત કરશે કે AC કાર્યક્ષમ રીતે કામ કરી રહ્યું છે અને તમને ઠંડી હવા આપી રહ્યું છે. આ સામાન્ય વાતો ધ્યાનમાં રાખવાથી ચોમાસાની ઋતુમાં તમારી કારનું AC આરામદાયક અને કોઈ પણ મુશ્કેલી વગર ઉપયોગ કરી શકશો.

ચોમાસાની ઋતુમાં કારનું AC સારુ રાખવા માટે આ ટિપ્સ રાખો ધ્યાનમાં

1. નિયમિત જાળવણી

ચોમાસાની ઋતુ પહેલા તમારી કારના ACને સર્વિસ કરાવી લો. જેના કારણે સુનિચશ્ચિત થશે કે AC કાર્યક્ષમ રીતે કામ કરી રહ્યું છે અને તમને ઠંડી હવા આપી રહ્યું છે. એર ફિલ્ટરને નિયમિત રીતે સાફ કરો અથવા તેમને બદલાવી નાખો. ખરાબ એર ફિલ્ટર હવાના ફ્લોને ઓછો કરી શકે છે અને ACને વધુ મહેનત લાગી શકે છે. ફ્રેઓન (રેફ્રિજન્)ના સ્તરની તપાસ કરાવો અને જો આવશ્યક હોય તો તેને ટોપ-અપ કરાવી લો.

2. ભેજને નિયંત્રિત કરો

ACના રી-સર્ક્યુલેશન મોડનો ઉપયોગ કરો. આ કારની અંદરની હવાને ઠંડક આપશે અને બહારથી ગરમ અને ભેજવાળી હવાને અંદર આવતા અટકાવશે. કારની બારી થોડી ખુલ્લી રાખો. આ કારની અંદરથી ભેજને દૂર કરવામાં મદદ કરશે અને કાચમાં ફોગ થવાથી બચાવશે. ડી-મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. આ કારની અંદરથી વધુ પડતા ભેજને દૂર કરવામાં મદદ કરશે.

3. ACનો ઉપયોગ કેવી રીતે કરવો

ACનું તાપમાન 24°Cથી 26°Cની વચ્ચે રાખો. ACનો ફેન મધ્યમ સ્પીડ પર ચલાવો. ACના ventsને ઉપરની તરફ અને થોડું તમારા ચહેરાથી હટાવીને રાખો.


  • Follow us on: