• પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી છે
  • PMAY હેઠળ કાયમી મકાન માટે કોણ હકદાર બનશે
  • પીએમ આવાસ યોજના માટે માટે કેવી રીતે અરજી કરવી?

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા 10 વર્ષમાં 4.21 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળની શરૂઆત બાદ 3 કરોડ ઘરોને લીલી ઝંડી આપવામાં આવી છે. આ ક્રેડિટ લિંક સ્કિમનો ઉદ્દેશ્ય ગરીબોને કાયમી ઘર આપવાનો છે. તમને જણાવી દઈએ કે PMAY હેઠળ તેના માટે કોણ અરજી કરી શકે છે? સરકાર પાસેથી આવાસ મેળવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? PMAY કેવી રીતે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકાય?

PMAY માટે કોણ અરજી કરી શકે છે?

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કાયમી મકાન મેળવવા માટે અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આ સિવાય તે ભારતનો નાગરિક હોવો જોઈએ અને પરિવારની વાર્ષિક આવક 18 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. PMAY ની શરત મુજબ, અરજદાર પાસે દેશમાં કોઈ કાયમી ઘર ન હોવું જોઈએ. જો પરિવારમાં કોઈને સરકારી નોકરી ન હોય તો જ તેને PMAY માટે યોગ્ય ગણવામાં આવશે.

PMAY માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે PMAY માટે અરજી કરવા પાત્ર છો, તો તમે કેટલાક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટની મદદથી આ યોજનાનો લાભ મેળવી શકો છો. PMAY માટે અરજી કરવા માટે, અરજદારે ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર અને મિલકતના ડોક્યુમેન્ટ સબમિટ કરવા જરૂરી છે.

PMAY માટે કેવી રીતે અરજી કરવી

PMAY હેઠળ ઓફલાઈન અરજી કરવા માટે, તમે તમારા નજીકના સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે, તમારે PMAY ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી પડશે.

ઓનલાઈન આ રીતે કરો અરજી

  1. PMAY વેબસાઈટ pmayis.gov.in પર લોગિન કરો.
  2. હવે Citizen Assessment પર ક્લિક કરો.
  3. આ પછી For Slum Dwellers અથવા Benefit under other 3નો ઓપ્શન પસંદ કરો.
  4. હવે આધાર કાર્ડની ડિટેલ્સ ભરો અને Check પર ક્લિક કરો. આ પછી તમારી સામે એક નવું ફોર્મ ખુલશે.
  5. આ ફોર્મમાં તમારે નામ, મોબાઈલ નંબર અને બેંક ખાતાની વિગતો ભરવાની રહેશે.
  6. છેલ્લે કેપ્ચા કોડ દાખલ કરો અને Submit બટન દબાવો.
  7. તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ થશે. હવે તમે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ શકો છો.

  • Follow us on: