- બજારમાં વિવિધ પ્રકારની છત્રીઓ જોવા મળતી હોય છે
- કાળા કલરની છત્રી વધુ વેચાતી હોવાનું સામે આવ્યું છે
- વરસાદમાં ભીંજાતા અને તડકામાં છત્રી બચાવે છે
ચોમાસુ આવતાની સાથે ભારત સહિત વિશ્વમાં છત્રીની માંગ વધી જતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં કયા રંગની છત્રી સૌથી વધુ વેચાતી હશે અને આનો વપરાશ કયા થાય છે. છત્રીઓ માનવ માટે સૌથી જરૂરી માધ્યમ છે. છત્રી વ્યકિતને તેજ તડકો અને વરસાદથી બચાવે છે. બજારમાં જુદાજુદા રંગોની છત્રીઓ જોવા મળે છે. જેનો લોકો ખૂબ હોંશેહોંશે વપરાશ કરતા હોય છે.
છત્રીને અંગ્રેજીમાં અંબ્રેલા કહેવામાં આવે છે. આ અંગ્રેજી શબ્દ લેટિન ભાષાના શબ્દ અંબ્રાથી બનેલો છે. જેનો અર્થ છાંયા થતો હોય છે. આજે વર્તમાન સમયમાં બજારમાં ઘણા પ્રકારની છત્રીઓ મળે છે. પરંતુ આમાં સૌથી વધુ કાળા રંગની છત્રી વધુ વેચાય છે. વરસાદ આવતાની સાથે મોટાભઆગના લોકો છત્રી પોતાની સાથે લઈ પ્રવાસ ખેડતા હોય છે. કારણ કે, વરસાદમાં છત્રી કોઈપણ વ્યકિતને સરળતાથી ભીંજાવાથી બચાવે છે.
છત્રીનો ચાર હજાર જૂનો ઈતિહાસ
મળતી માહિતી અનુસાર, છત્રીનો ઈતિહાસ આશરે ચાર હજાર વર્ષ જૂનો છે. શરૂઆતના ગાળામાં આનો ઉપયોગ માત્ર મહિલાઓ જ કરતી હતી. ઈજિપ્ત, ગ્રીસ અને ચીન જેવા દેશોમાં ઘણા વર્ષો સુધી તડકાથી બચવા મહિલાઓ છત્રીઓ ઉપયોગમાં લેતી હતી. જો કે બાદમાં ધીમે-ધીમે પુરુષો પણ છત્રીને વપરાશમાં લેવા લાગ્યા અને છત્રી પછી વિશ્વમાં ફેલાઈ ગઈ.
કેટલાક સ્થળો પર એવું પણ મનાય છે કે યુરોપમાં સૌથી પહેલા યુનાનિયોએ છત્રીઓનો વપરાશ કર્યો હતો. જ્યારે વરસાદથી બચવા માટે સૌથી પહેલા રોમમાં છત્રીને ઉપયોગમાં લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આજના સમયમાં બજારમાં લગભગ તમામ કલરની છત્રીઓ વેચાતી હોય છે. મળતી માહિતી અનુસાર સૌથી વધુ કાળા રંગની છત્રીનું વધુ વેચાણ થતું હોય છે. કાળા રંગની છત્રી તડકાથી પણ સરળતાથી બચાવવામાં મદદ કરે છે.