• સરકારે આધાર નંબરની જરૂરિયાત ઘટાડીને આધાર વર્ચ્યુઅલ આઈડી ફીચર શરૂ કર્યું
  • વર્ચ્યુઅલ આઈડીથી આધાર કાર્ડ સુરક્ષિત રહેશે અને છેતરપિંડીનું જોખમ પણ ઘટશે
  • UIDAIથી વર્ચ્યુઅલ આધાર નંબર કેવી રીતે જનરેટ કરવા

આધાર કાર્ડ ભારતીય નાગરિકોના મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે. દરેક કામમાં આધાર નંબર આપવો પડશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં આધાર કાર્ડ સાથે છેતરપિંડીના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે સરકારે આધાર નંબર આપવાની જરૂરિયાત ઘટાડીને આધાર વર્ચ્યુઅલ આઈડી ફીચર શરૂ કર્યું છે. આનાથી ન માત્ર આધાર કાર્ડ સુરક્ષિત રહેશે, પરંતુ છેતરપિંડીનું જોખમ પણ ઘટશે. જાણો, આધાર વર્ચ્યુઅલ ID શું છે? અને આનાથી શું લાભ મેળવી શકાય છે.

આધાર વર્ચ્યુઅલ ID શું છે?

16 અંકનો તાત્કાલિક નંબર હોય છે. આધાર વર્ચ્યુઅલ ID એ 16 અંકનો તાત્કાલિક નંબર છે. એક રીતે આધાર નંબરનો વિકલ્પ છે. આધાર વર્ચ્યુઅલ આઈડીછી મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર જેવી માહિતી આપ્યા વિના તમારી ઓળખને પ્રમાણિત કરવાની મંજૂરી આપે છે. આધાર નંબરથી વર્ચ્યુઅલ આઈડી જનરેટ થાય છે. પરંતુ વર્ચ્યુઅલ આઈડીથી આધાર નંબર જાણી શકાતો નથી. દરેક આધાર નંબરમાંથી માત્ર એક VID જનરેટ કરી શકાય છે. VID ઓછામાં ઓછા એક દિવસ માટે માન્ય છે અને દરરોજ અપડેટ કરી શકાય છે.

UIDAIથી વર્ચ્યુઅલ આધાર નંબર આવી રીતે જનરેટ કરો

- UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

- ત્યારબાદ આધાર સર્વિસ સેક્શનમાં જઈને વર્ચ્યુઅલ આઈડી જનરેટર પર ક્લિક કરો.

- અહીં આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.

- ત્યારબાદ અહીં દેખાતા OTP મોકલવાના વિકલ્પ પર ક્લિક કરો.

- OTP એન્ટર કર્યા બાદ જનરેટ VID પર જાઓ.

મેસેજ દ્વારા પણ વર્ચ્યુઅલ આઈડી બનાવી શકાય છે

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી GVID પછી આધારના છેલ્લા ચાર અંક લખો અને તેને 1947 પર મોકલો. ઉદાહરણ: 1947 પર GVID1234 મોકલો.

M આધારથી આ રીતે આઈડી બનાવો

M આધાર એપ પર લોગિન કરો. જનરેટ વર્ચ્યુઅલ આઈડીના વિકલ્પ પર ક્લિક કરો. આધાર નંબર અને કેપ્ચા દાખલ કર્યા પછી OTP વિનંતી પર ક્લિક કરો. ત્યારબાદ OTP નંબર દાખલ કર્યા બાદ જનરેટ VID પર ક્લિક કરો. એટલે તમને VID નંબર મળશે.


  • Follow us on: