• ફેવીક્વિક એક એવું રસાયણ છે કે બે વસ્તુઓને ખૂબ જ મજબૂત રીતે જોડે છે
  • ફેવીક્વિક આકસ્મિક રીતે અથવા જાણી જોઈને આંખમાં જતી રહે તો શું થાય?
  • ફેવીક્વિક આંખોમાં જવાના કારણે આંખો લાલ થઈ જાય છે

મોટાભાગના લોકો ફેવીક્વિકનો ઉપયોગ કરે છે. ફેવિક્વિક વિશે આપણે બધા જાણીએ છીએ કે તે કોઈપણ વસ્તુઓને ચોટાડવા માટે કામ આવે છે. ફેવીક્વિક એ એક એવુ રાસાયણિક પદાર્થ છે જે બે વસ્તુઓને ખૂબ જ મજબૂત રીતે જોડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ વ્યક્તિ ફેવીક્વિકને આકસ્મિક રીતે અથવા જાણી જોઈને કોઈની આંખમાં નાખે તો શું થશે? તો ચાલો જાણીએ કે આ કેમિકલ કેટલું ખતરનાક છે.

ફેવીક્વિક

ફેવીક્વિકનો ઉપયોગ આપણે લોકો મોટે ભાગે કોઈપણ તૂટેલી અથવા બે વસ્તુઓને ચોટાડવા માટે કરીએ છીએ. ફેવીક્વિકનું કેમિકલ એટલું ખતરનાક છે કે તે કોઈ પણ વસ્તુ પર ખૂબ જ સરળતાથી ચોંટી જાય છે. તમે નોંધ્યું હશે કે ઘણી વખત ફેવીક્વિક આપણી આંગળીઓ પર લાગી જાય છે અને આપણી આંગળીઓ પણ એક સાથે ચોંટી જાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે જો ફેવીક્વિક આંખોમાં આવી જાય તો શું થશે.

આંખો માટે જોખમી

આંખ એ શરીરનું સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ અંગ છે. પરંતુ જો આકસ્મિક રીતે આંખોમાં કોઈ વસ્તુ પ્રવેશી જાય તો તેનાથી શરીરની સમસ્યાઓ વધી જાય છે અને દેખાવાનું બંધ થઈ જાય છે. નિષ્ણાતોના મતે જો ફેવીક્વિક આંખોમાં જવાના કારણે આંખો લાલ થઈ જાય છે અને આંખોમાં અન્ય કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. તેથી જો આવું થાય તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ફેવીક્વિક કેસ

મીડિયા અહેવાલો અનુસાર દિલ્હી યુનિવર્સિટીની પૂજા ભાર્ગવે જણાવ્યું છે કે, 2012માં તેની સાથે આવું જ કંઈક થયું હતું. તેના કહેવા પ્રમાણે, તે તેના ઘરની બહાર હોસ્ટેલમાં હતી, તેની પાસે પર્સનલ કોમ્પ્યુટર હતું. પૂજા ભાર્ગવ જણાવે છે કે, એક દિવસ કોમ્પ્યુટર ખરાબ થઈ ગયું હતું અને તેનું કેબિનેટ તૂટી ગયું. પૂજાએ તેને ફેવીક્વિકથી જોડવાનું નક્કી કર્યું. જ્યારબાદ તેણીએ તેને જોડવા માટે જૂની ફેવીક્વિક લાવી, જે તેની પાસે હતી. પરંતુ જ્યારે તેણે તેની કેપ ખોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે બધી પેસ્ટ તેની એક આંખમાં ગઈ અને આંખ તરત જ બંધ થઈ ગઈ.

આંખો તેમની સમસ્યાઓનું સામાધન જાતે જ હલ કરે છે

આ પછી તે ડરી ગઈ અને તેની આંખોમાં તરત જ અંદરથી પાણી આવવા લાગ્યું, જેના કારણે ફેવીક્વિક મારી આંખમાં ચોંટી જવાને કારણે અંદરથી પાંપણ પર ચોંટી ગઈ. ત્યારબાદ થોડી વાર પછી તેની આંખો થોડી ખુલી અને તેને દેખાવા લાગ્યુ હતું. તે તરત જ ડૉક્ટર પાસે ગઈ અને ત્યાં સુધીમાં આંખ લાલ થઈ ગઈ હતી. ડોકટરે આંખમાં નાખવા માટે ટીપાં આપ્યા અને 1 દિવસ બેડ રેસ્ટ કરવાનું કહ્યું. બીજા દિવસે આંખ પહેલા જેવી જ સામાન્ય હતી. ડૉક્ટરે કહ્યું કે, આંખો તેમની સમસ્યાઓનું સામાધન જાતે જ હલ કરે છે. પાંપણ ખૂબ નાજુક હોય છે, પરંતુ આંખોનું રક્ષણ કરે છે. આંખો પર જોખમ હોય ત્યારે આંસુ આપોઆપ નીકળી જાય છે, આ આંસુએ ફેવીક્વિકને બિનઅસરકારક કરી દીધી હતી.


  • Follow us on: