- કારના બોનેટને લુકમાં વધારવા અને એન્જિનને સુરક્ષિત રાખવા ડિઝાઇન કરાઈ છે
- વાહનના બોનેટ પર વજન રાખવાથી એન્જિનને નુકસાન થઈ શકે છે
- બોનેટ પર વજનદાર અથવા ભારે વસ્તુ મુકવાથી લોકીંગ મિકેનિઝમને થશે અસર
કોઈપણ કારનું બોનેટ તેના લુકમાં વધારો કરે છે. આ કારણથી કાર કંપનીઓ કારના બોનેટ પર વિવિધ પ્રકારની ડિઝાઇન આપે છે. તેમજ ગાડીનું પરફોર્મોસ વધારવાના ચક્કરમાં કંપનીઓએ ગાડીના તે ભાગોને હળવા બનાવવાનું શરૂ કર્યું છે જેનું કામ સલામતી અને મુસાફરો માટે મહત્વપૂર્ણ નથી.
શું બોનેટ પર વજન રાખવાથી નુકસાન થઈ શકે છે?
તો ચાલો કારના બોનેટ પર વજન રાખવાથી થતી સમસ્યાઓ વિશે માહિતી મેળવીએ. જો તમે ભૂલથી કારના બોનેટ પર કોઈ ભારે વસ્તુ મૂકી દો છો, તો શું તેનાથી કારના બોનેટને જ નુકસાન થશે કે પછી એન્જિનમાં પણ સમસ્યા ઊભી થઈ શકે છે? ચાલો જાણીએ વિગતવાર માહિતી.
કારના બોનેટ પર વજન રાખવાથી થશે આવશે સમસ્યા
વાહનના બોનેટ પર વજન રાખવાથી એન્જિનને નુકસાન થઈ શકે છે. બોનેટ મુખ્યત્વે એન્જિનને ઢાંકવા અને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવે છે, બોનેટને ભારે વજન સહન કરવા માટે ડિઝાઇન કરવામાં નથી આવતું. જો તમે બોનેટ પર વજન મૂકો છો, તો તે બોનેટની રચના પર દબાણ લાવી શકે છે, જેના કારણે તે બગડી શકે છે અથવા તેની લોકીંગ મિકેનિઝમને અસર કરી શકે છે.
ભારના કારણે એન્જિનને થઈ શકે છે નુકસાન
આ ઉપરાંત વજનનો દબાવ એન્જિનના કેટલાક ભાગો જેમ કે રેડિયેટર અથવા અન્ય સંવેદનશીલ ભાગો પર પડી શકે છે. જેના કારણે નુકસાન થઈ શકે છે. એન્જિનની આસપાસનો વિસ્તાર સંવેદનશીલ છે અને બાહ્ય દબાણ અથવા ભારને કારણે નુકસાન થઈ શકે છે. તેથી વાહનના બોનેટ પર વજન મૂકવાનું ટાળવું જોઈએ જેથી એન્જિન અને બોનેટ બન્ને સુરક્ષિત રહી શકે.
કાર બોનેટના ફાયદા
કારનું બોનેટ વાસ્તવમાં કારના દેખાવને સુધારે છે. આ સિવાય બોનેટના બીજા પણ ઘણા ફાયદા છે. જેમાં બોનેટ વાહનના એન્જિન અને તેના ભાગોને પણ સુરક્ષિત કરે છે. આવી સ્થિતિમાં જો તમે કારના બોનેટ પર વજન મૂકી રહ્યા છો તો તે દબાઈ શકે છે અને નુકસાન થઈ શકે છે.