• ડિસઅપીયરિંગ મેસેજ ફીચરથી ચેટ થોડા સમયમાં થઈ જશે ગાયબ
  • ટેમ્પરરી ચેટ કરવા માગો છો તો ફીચર આવશે કામ
  • જાણો કેવી રીતે આ ફીચરનો ઉપયોગ કરી શકાય

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં એક ખૂબ જ ખાસ ફીચર છે, પરંતુ ઘણા લોકો તેના વિશે જાણતા નથી. આ ફીચર એપમાંના ચેટ મેસેજને તરત જ ગાયબ કરી દે છે. આ મેસેજ અદૃશ્ય થઈ જતાં ફીચરને ડિલઅપીયરિંગ મેસેજ ફીચર કહેવામાં આવે છે. આ ફીચર લોકોને મદદ કરી શકે છે. તો ચાલો જણાવીએ કે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો.

ડિસઅપીયરિંગ મેસેજ ફીચર ચેટ થઈ જશે અદૃશ્ય 

વોટ્સએપનું ડિસઅપીયરિંગ મેસેજ ફીચર એક એવી સુવિધા છે, જેના દ્વારા તમે તમારી ચેટમાં આવેલા અને મોકલેલા મેસેજ ચોક્કસ સમય પછી આપમેળે અદૃશ્ય થઈ જાય છે. એટલે કે તમે જે પણ મેસેજ આવે છે અને તમે જે પણ મેસેજ મોકલો છો તે થોડા સમય પછી ચેટમાંથી ઓટોમેટિક ડિલીટ થઈ જશે. આ ફીચરનો ઉપયોગ કરીને તમે વોટ્સઅપ ચેટને 24 કલાક 7 દિવસ અથવા 90 દિવસમાં ડિલીટ કરી શકો છો. તમે તમારી પસંદગી મુજબ કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો.

ડિસઅપીયરિંગ મેસેજ ફીચરને શા માટે ઉપયોગ કરવો?

પ્રાઈવેસી - જો તમે કોઈ મેસેજને પ્રાઈવેટ અથવા ગોપનીય રાખવા માગો છો તો આ ફીચર ખૂબ જ ઉપયાગી છે.

ટેમ્પરરી ચેટ - જો તમે ટેમ્પરરી ચેટ કરવા માંગો છો તો આ ફીચર તમારા માટે ઉપયોગી થઈ શકે છે

સ્પેસ બચાવા - જો તમારા સ્માર્ટફોનમાં સ્પેસ ઓછી છે તો આ ફીચર તમારા ફોનમાં સ્પેસ બચાવી શકે છે.

ડિસઅપીયરિંગ મેસેજ ફીચર કેવી રીતે ચાલુ કરવું?

1. સૌથી પહેલા તમારા ફોનમાં વોટ્સઅપ ઓપન કરો.

2. ત્યારબાદ સ્ક્રીનની ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ પર ક્લિક કરો.

3. આ પછી સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો.

4. ત્યારબાદ પ્રાઈવસી ઓપ્શન પર ક્લિક કરો.

5. આ પછી ડિફોલ્ટ મેસેજ ટાઈમર પર ટેપ કરો.

6. અહીં આપેલા વિકલ્પોમાંથી કોઈપણ એક પસંદ કરો.


  • Follow us on: