- પે એઝ યુ ડ્રાઈવ ઈન્સ્યોરન્સ પોલિસીમાં જેટલી ગાડી ચલાવશો એટલું પ્રીમિયમ ચૂકવવું પડશે
- પે એઝ યુ ડ્રાઈવ સુરક્ષિત અને વધારે જવાબદાર ડ્રાઇવિંગની આદતોને પ્રોત્સાહન આપે છે
- કાર ઓછી ચલાવશો તો વીમા પ્રીમિયમ પણ ઓછું ચૂકવવું પડશે
પે એઝ યુ ડ્રાઇવ (PAYD) આ એક પ્રકારની કાર પોલિસી છે. આમાં પ્રીમિયમની ગણતરી એક નિશ્ચિત વાર્ષિક આવકને બદલે તમારી કાર દ્વારા કવર કરેલા અંતરના આધારે કરવામાં આવે છે. તમે તેને આ રીતે પણ સમજી શકો છો, જો તમે ઓછી ગાડી ચલાવશો તો તમારે ઓછું પ્રીમિયમ ચૂકવવું પડશે. તે ડ્રાઇવરો માટે વ્યક્તિગત અને સસ્તું વીમા વિકલ્પો પૂરા પાડે છે, જે સુરક્ષિત અને વધારે જવાબદાર ડ્રાઇવિંગની આદતોને પ્રોત્સાહન આપે છે. તો ચાલો જાણીએ કે, પે એઝ યુ ડ્રાઇવ કેવી રીતે કામ કરે છે અને તેના ફાયદા અને ગેરફાયદા શું છે.
પે એઝ યુ ડ્રાઈવ કેવી રીતે કરે છે કેમ
- આ કાર ઈન્સ્યોરન્સ પોલિસી દરમિયાન અંદાજ લગાવવામાં આવે છે કે પોલિસીના સમયગાળા દરમિયાન ડ્રાઈવર કેટલા કિલોમીટર સુધી ડ્રાઈવ કરી શકે છે.
- ટેલીમેટિક્સ ટેક્નોલોજી દ્વારા ડ્રાઇવિંગના વિવિધ પાસાઓ પરનો ડેટા એકત્રિત કરવામાં આવે છે, જેમાં સ્પીડ, અંતર, દિવસનો સમય અને ડ્રાઇવિંગ પેટર્નનો સમાવેશ થાય છે. જેના કારણે વીમા કંપનીઓ જોખમનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં મદદ લે છે.
- આ પોલિસી હેઠળ તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ કિલોમીટર સ્લેબના આધારે તમારા પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે.
- ડ્રાઇવરના વાહનની માઇલેજને ટેલિમેટિક્સ ડિવાઇસ અથવા સ્માર્ટફોન એપ દ્વારા ટ્રેક કરવામાં આવે છે.
- પોલિસીની મુદત પૂરી થયા પછી તમારી વાસ્તવિક માઇલેજની સરખામણી જાહેર કરાયેલ માઇલેજ સાથે કરવામાં આવશે. જો તમે ઓછી ગાડી ચલાવી છે તો તમને રિફંડ મળે છે. જો તમે તેનાથી વધુ વાહન ચલાવો છો તો તમારે વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે.
પે એઝ યુ ડ્રાઈવના ફાયદા
- જો તમારી કાર ઓછી ચલાવવામાં આવે છે, તો તમે તમારા વીમા પ્રીમિયમને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો.
- તમારે માત્ર તે કવરેજ માટે ચૂકવણી કરવાની હોય છે, જેનો તમે ઉપયોગ કરો છો.
- કારનો વીમો લીધા બાદ તમારે સુરક્ષિત રીતે વાહન ચલાવવા માટે પ્રોત્સાહન મળે છે.
- વીમા પ્રીમિયમની ગણતરી વાહન દ્વારા મુસાફરી કરેલ અંતરના આધારે કરવામાં આવે છે. આ સામાન્ય રીતે ટેલિમેટિક્સ ડિવાઈસ અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
- આ ઈન્સ્યોરન્સ પોલિસી તે લોકો માટે ઘણું સસ્તું પડી શકે છે, જે પોતાની ગાડીનો ઓછો ઉપયોગ કરે છે અથવા ઓછા અંતર સુધી વાહન ચલાવે છે.
પે એઝ યુ ડ્રાઈવના ગેરફાયદા
- આ પોલિસી હેઠળ વાહનના લોકેશન અને ડ્રાઇવિંગ પર સતત નજર રાખવામાં આવે છે. આ કારણે તમારે પ્રાઈવસી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
- જે લોકો વાહન ખૂબ ચલાવે છે તેમને ટ્રેડિશનલ ઈન્સ્યોરન્સ પોલિસી કરતા વધુ ચૂકવણી કરવી પડી શકે છે.
- આ પોલિસી હેઠળ જ્યારે તમે ક્લેમ કરવા જાઓ છો ત્યારે તમારે નક્કી કરવામાં આવેલ અંતર અને અન્ય ડેટાની ચકાસણી કરતી વખતે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
- આ પોલિસી સંપૂર્ણપણે ટેક્નોલોજી પર નિર્ભર છે. જો તમારે ટેલિમેટિક્સ ડિવાઈસ અથવા એપ્લિકેશનમાં કોઈ ખામી હોય તો પ્રીમિયમની ગણતરી પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.