- કારમાં AC ચાલુ રાખવાથી ઇંધણનો વપરાશ વધી શકે
- કારનું માઈલેજ વધારવા માટે ACનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો
- ગાડી બંધ હોય ત્યારે ACનો ઉપયોગ કરવાથી ઇંધણનો વપરાશ વધું થાય છે
AC ચાલુ રાખવાથી કારમાં ઇંધણનો વપરાશ વધી જાય છે. ACને એક કલાક ચલાવવાથી કેટલું પેટ્રોલ વપરાય છે તે જાણવું જરૂરી છે. જોકે તે સંપૂર્ણપણે કારના મોડેલ, એન્જિન ક્ષમતા અને AC કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે, પરંતુ સામાન્ય રીતે કેટલાક અંદાજો લગાવી શકાય છે.
સામાન્ય અનુમાન
નાની કારમાં સામાન્ય રીતે 1.2 થી 1.5 લીટરનું એન્જિન હોય છે, જ્યારે મોટી કારમાં 2.0 લીટર કે તેથી વધુનું એન્જિન હોય છે. મોટા એન્જિન ક્ષમતાવાળા વાહનોમાં AC ચલાવવામાં વધુ પેટ્રોલનો વપરાશ થાય છે.
એક કલાકમાં પેટ્રોલનો વપરાશ
નાની કારમાં એક કલાક માટે AC ચલાવવામાં લગભગ 0.2 થી 0.4 લીટર પેટ્રોલનો વપરાશ થઈ શકે છે.
મોટી કારમાં એક કલાક માટે AC ચલાવવામાં લગભગ 0.5 થી 0.7 લીટર પેટ્રોલનો વપરાશ થઈ શકે છે.
કારમાં AC ચાલુ રાખવાથી થતી અન્ય અસરો
- જો ગાડી બંધ હોય અને AC ચાલુ હોય તો ઈંધણનો વપરાશ વધુ થશે. જ્યારે ગાડી ચાલી રહી હશે ત્યારે વપરાશ થોડો ઓછો થઈ શકે છે, પરંતુ ACના કારણે માઈલેજ ચોક્કસપણે ઘટાડો થશે.
- ACના સેટિંગમાં પણ ફરક પડે છે. જો AC ખૂબ જ નીચા તાપમાને સેટ કરેલ હોય તો કોમ્પ્રેસરને વધુ મહેનત કરવી પડશે જેનાથી ઇંધણનો વપરાશ વધશે.
- જો તમારી કારનું એન્જીન જૂનું અથવા ઓછું કાર્યક્ષમ છે તો AC ચાલુ રાખવાથી ઇંધણનો વપરાશ વધુ થશે.
માઈલેજ વધારવા શું ધ્યાનમાં રાખવું?
એક કલાક સુધી AC ચલાવવા પર 0.2થી 0.7 લીટર સુધી પેટ્રોલનો વપરાશ થઈ શકે છે. જે તમારી કારના મોડલ અને ઉપયોગ પર નિર્ભર કરે છે. જો તમે માઈલેજને વધારવા માંગતા હોય તો ACનો ઉપયોગ સમજદારીથી કરો. જેમ કે કારને હવાની અવરજવરવાળી જગ્યાએ પાર્ક કરવી, ACનું તાપમાન મધ્યમ રાખવું અને બને તો ACનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો.