• ભારતનું અનોખુ રેલવે ટ્રેક, જ્યાં ચાર દિશામાંથી આવે ટ્રેન
  • ચાર રસ્તા હોય તે રીતે ક્રોસિંગ ટ્રેક છે
  • જ્યાં ક્યારેય ટ્રેન એકબીજા સાથે અથડાતી નથી

ભારતીય રેલ્વે ઘણુ વિશાળ નેટવર્ક ધરાવે છે. દેશના ખૂણે ખૂણે ભારતીય રેલવે ફેલાયેલુ છે. દેશમાં અલગ અલગ પ્રકારે રેલવે ટ્રેક બનાવેલા છે. ત્યારે એક એવી જગ્યા વિશે વાત કરીએ જ્યાં રેલવે ટ્રેકમાં પણ ચાર રસ્તા મળે છે. જેમ વાહનો ચારેય દિશામાંથી આવે તેવી જ રીતે ચારેય દિશામાંથી ટ્રેન આવે છે. આવો જાણીએ આવો ટ્રેક ક્યાં આવેલો છે અને શું છે તેની ખાસિયત

અનોખુ રેલવે સ્ટેશન

આ અનોખા ટ્રેકને રેલ ક્રોસિંગ અથવા 'ડાયમંડ ક્રોસિંગ' કહેવામાં આવે છે, જે નાગપુરમાં આવેલું છે. આ રેલ્વે ક્રોસિંગ તેની ખાસ રચનાને કારણે ચર્ચામાં છે. તે એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ છે. ડાયમંડ ક્રોસિંગ પર રેલવે લાઇન ચારેય દિશામાંથી એકબીજાને ક્રોસ કરે છે, પરંતુ તેમની વચ્ચે કોઈ અથડામણ થતી નથી. મતલબ કે જો એક સાથે બે ક્રોસિંગ થાય તો પણ અકસ્માત ન થાય.

ગજબનું એન્જિનિયરીંગ

અકસ્માત ન થવાનું કારણ એટલુ જ એન્જિનિયરીંગ જ એ રીતે થયુ છે કે ટ્રેન એકબીજા સાથે અથડાય જ નહિ. તેની પાછળ બાંધકામની સાથે સાથે ટાઇમ મનેજમેન્ટ પણ એટલુ જ મહત્વનું છે. આ ટ્રેક પર રેલવેનું ટાઈમ મેનેજમેન્ટ એટલું સચોટ છે કે ડબલ ડાયમંડ ક્રોસિંગ હોવા છતાં કોઈ અકસ્માત સર્જાતો નથી. આ ડાયમંડ ક્રોસિંગ ભારતના પૂર્વ છેડે કોલકાતાથી પશ્ચિમ છેડે મુંબઈ સુધી અને ઉત્તર છેડે દિલ્હીથી દક્ષિણ છેડે ચેન્નાઈ સુધી ચાલતી મુખ્ય રેલ્વે લાઈનોને જોડે છે.

ટાઇમ મેનેજમેન્ટ પણ મહત્વનું

નાગપુરનું ડાયમંડ ક્રોસિંગ ભારતમાં એકમાત્ર આવું ક્રોસિંગ છે અને દેશના રેલવે નેટવર્કનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નાગપુર ભારતીય ઉપખંડનું ભૌગોલિક કેન્દ્ર હોવાથી આ ક્રોસિંગ દેશના વિવિધ ભાગોને જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.તે દેશના વિવિધ ભાગો વચ્ચે માલસામાન અને મુસાફરોના પરિવહનની સુવિધા આપે છે. આ ઉપરાંત તે ભારતના આર્થિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


  • Follow us on: