- તહેવારોની સિઝનમાં બજારુ ખોરાક ખાતા પહેલા સાવધાન
- સ્વાસ્થ્ય તમારુ બગાડી શકે છે આ ખોરાક
- ભેળસેળ વાળી વસ્તુ છે કે કેમ તેની તમે જાતે કરી શકો છો ચકાસણી
રક્ષાબંધનનો તહેવાર નજીકમાં છે. બજારમાં દૂધ, ઘી અને માવામાંથી બનેલી મીઠાઈઓનું જોરશોરથી વેચાણ થઈ રહ્યું છે. દૂધ, ઘી અને માવો પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. તેથી જ નાનપણથી જ માતા બાળકને દૂધ પીવડાવવાનો આગ્રહ રાખે છે. પરંતુ અત્યારે તહેવારોની સિઝનમાં વેપારીઓ નફો કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરતા ખચકાતા નથી. એટલે હાલ બજારુ કોઇ મિઠાઇ ખાતા પહેલા સાવચેતી રાખવાની જરૂર છે. કદાચ તેમાં ભેળસેળ હોઇ શકે છે. ત્યારે આવો જાણીએ ભેળસેળ વાળી વસ્તુઓને કેવી રીતે કરી શકો છો ઘરે જ ચેક.
ભેળસેળવાળી વસ્તુઓ આ રીતે ઓળખો
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ શોધવાની જવાબદારી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની છે. આ સંસ્થા કોઈપણ વસ્તુનું પરીક્ષણ કરે છે અને ખાતરી આપે છે કે તમારું ખાણું કે પીણું શુદ્ધ છે કે ભેળસેળયુક્ત છે. આ પછી તે તે ખાદ્ય પદાર્થની શુદ્ધતાને પ્રમાણિત કરે છે. તેથી એવું કહેવામાં આવે છે કે આ સંસ્થા દ્વારા પ્રમાણિત ખોરાકની વસ્તુઓ જ ખાવી જોઈએ.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દેશમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને નિયંત્રિત કરે છે અને તેનું કામ દેશમાં ભેળસેળ અટકાવવાનું છે. જો તમે તેની સાઈટ પર જાઓ અને ઈન્સ્પેક્શન પર ક્લિક કરો અને ચેક એડલ્ટરેશન એટ હોમ પર જાઓ, તો તમને આવી 77 થી વધુ લિંક્સ અને યાદીઓ મળશે, જેનાથી તમે ઘરે બેઠા તમારી ખાદ્ય ચીજોમાં ભેળસેળની તપાસ કરી શકો છો.
ભેળસેળયુક્ત દૂધ કેવી રીતે તપાસવું
જો તમે દૂધમાં પાણીની ભેળસેળ તપાસવા માંગતા હોવ તો એક થાળી ઉભી રાખો. તેની પર દૂધના ટીપા પાડો અને જુઓ કે દૂધ જો ફટાફટ નીચે વહી જાય તો દૂધમાં પાણી છે અને દૂધનુ ટીપુ ધીમે ધીમે નીચે આવે તો સમજવુ કે તેમા પાણી નથી.
એ જ રીતે જો તમારે દૂધમાં ડિટર્જન્ટની ભેળસેળ તપાસવી હોય તો દૂધને ગ્લાસમાં નાખીને ચમચી વડે હલાવો. જો દૂધમાં ફીણ આવવા લાગે તો સમજવુ કે ડિટર્જન્ટની ભેળસેળ છે નહી તો દૂધ શુદ્ધ
દૂધ પીવાથી તમારા બાળકના હાડકાં મજબૂત થશે. તેવુ સામાન્ય રીતે બધા વિચારતા હોય પરંતુ દૂધમાં આ પ્રકારની મિલાવટથી સ્વાસ્થ્યને જોખમ ઉભુ થાય છે. નિષ્ણાંતો કહે છે કે ડિટર્જન્ટના સેવનથી કેન્સરનું જોખમ સૌથી વધુ છે, જેના કારણે આજે કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
શાકભાજીમાં કલરનો ઉપયોગ ?
બજારમાંથી ચમકદાર લીલા શાકભાજી એ વિચારીને ખરીદો છો કે તેનાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થશે પરંતુ લીલા શાકભાજીને લીલા રાખવા માટે પણ કલરનો ઉપયોગ કરવામાં આવે છે.
આ કેમિકલ Rhodamine-B તરીકે ઓળખાય છે, તેનો ઉપયોગ કપડાં અને ચામડાને રંગવા માટે પણ થાય છે, આ કેમિકલ એટલું હાનિકારક છે કે તેનાથી કેન્સર પણ થઈ શકે છે.
બાળકો દ્વારા ખાવામાં આવતી કોટન કેન્ડીમાં આ રસાયણની હાજરીને કારણે ઘણા રાજ્યોમાં કોટન કેન્ડીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મરચાં-બટાકાને કલર કરવા માટે પણ એ જ રોડામાઇન-બી કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ફળોને વ્યવસ્થિત ધોઇને જ ખાવા
એ જ રીતે ફળોને સમય પહેલા પકવવા માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે અને ફળોને ચમકદાર બનાવવા માટે મીણ લગાવવામાં આવે છે. જો તે યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો તે મીણ આંતરડામાં જમા થઈ જાય છે અને શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. એક નિષ્ણાંત ડોક્ટરનું કહેવુ છે કે આપણે જે પાણી પીએ છીએ તે ફિલ્ટર થયા પછી દૂષિત રહે છે, જે ઘણી બીમારીઓનું કારણ બને છે. દૂષિત પાણી પીવાથી ચેપનો ખતરો વધી જાય છે, જેનાથી હેપેટાઇટિસ A સંક્રમણ થઈ શકે છે, આ ઉપરાંત દૂષિત પાણી પીવાથી ડાયેરિયા, પેટમાં ઈન્ફેક્શન અને ટાઈફોઈડ પણ ફેલાય છે.
દુકાનદારો સસ્તા કલરનો કરે છે ઉપયોગ
એક નિષ્ણાંત ડોક્ટર જણાવે છે કે ફૂડ કલરનો સૌથી વધુ ઉપયોગ ફૂડને આકર્ષક બનાવવા માટે કરવામાં આવે છે. દુકાનદારો તેનો ઉપયોગ મીઠાઈઓને રંગીન બનાવવા માટે કરે છે, જો કે, FSSAI દ્વારા પ્રમાણિત ખોરાકમાં ફૂડ કલરનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તે પ્રમાણિત રંગો મોંઘા હોવાથી દુકાનદારો સસ્તા ફૂડ કલર્સનો ઉપયોગ કરે છે જે ખાવા યોગ્ય નથી. જો આને ખાવામાં આવે તો તેમાં રહેલા પિગમેન્ટ પેટમાં જમા થતા રહે છે અને ખાસ કરીને બાળકોના લીવરને ઘણું નુકસાન કરે છે. જે બાળકોના થાઇરોઇડ અને કિડનીને અસર કરી શકે છે.
પેકેટ ફૂડ ન ખાવુ
ખોરાકને સુંગધિદાર અને સ્વાદિષ્ટ બનાવવા માટે રસાયણનો ઉપયોગ કરે છે જે લીવર અને કિડની પર પણ ખરાબ અસર કરે છે. પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ પેક્ડ ખોરાકને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે. આ પ્રિઝર્વેટિવ્સ તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે અને સામાન્ય રીતે દરેક પેક્ડ ફૂડમાં તેમની શેલ્ફ લાઇફ વધારવા માટે વપરાય છે. આ જ કારણ છે કે આજે લોકો નાની ઉંમરમાં જ થાઈરોઈડ, લીવર અને કિડનીની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે.
ભેળસેળની ફરિયાદ ક્યાં કરવી
જો તમને કોઈપણ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ લાગે તો તેની ફરિયાદ કરી શકો છો. સંબંધિત કંપની અથવા વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય પગલાં લઈ શકાય છે. આ માટે તમારે સ્થાનિક આરોગ્ય અધિકારી, ફૂડ સેફ્ટી ઓથોરિટીના જિલ્લા કમિશનર અથવા ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવવી પડશે. આ ઉપરાંત તમે ગ્રાહકો ‘ફૂડ સેફ્ટી વોઈસ’ નામના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા FSSAI ફૂડ લાઈસન્સનો સંપર્ક કરી શકો છો. આ પ્લેટફોર્મ લોકોને ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા અસુરક્ષિત ખાદ્યપદાર્થો અને ખાદ્ય ઉત્પાદનોને લગતા નબળા લેબલિંગ અથવા ગેરમાર્ગે દોરતી જાહેરાતો વિશે ફરિયાદ નોંધાવવા માટે સક્ષમ બનાવે છે.













