• બાળકનું માનસિક સ્વાસ્થ્ય વિશે રાખો ખ્યાલ
  • માતા પિતાએ બાળક સામે ન કરવી જોઇએ લડાઇ
  • બાળકોમાં જલદીથી ખબર નથી પડતી કે તે માનસિક અસ્વસ્થ છે

અત્યારે લોકો શારિરીક તો ખરા જ પણ માનસિક બીમારીઓથી પણ પીડાઇ રહ્યા છે. મેન્ટલ હેલ્થ એક સમસ્યા બની ગઇ છે. ભવિષ્યની ચિંતા, સોશિયલ મીડિયા તથા લાઇફસ્ટાઇલને કારણે મેન્ટલ હેલ્થ પર અસર પડી રહી છે. મેન્ટલ ટ્રોમાનો શિકાર કોઇ પણ વ્યક્તિ બની શકે છે , બાળકો પણ. જો કે બાળક ખરાબ મેન્ટલ હેલ્થનો શિકાર બન્યુ ચે તે શરૂઆતમાં જલદી ખબર નથી પડતી પરિણામે તેની તબિયત બગડવા લાગે છે. જ્યારે સ્થિતિ વધુ બગડે છે ત્યારે માતા-પિતાને તેની જાણ થાય છે. આવી સ્થિતિમાં બાળકના બગડતા માનસિક સ્વાસ્થ્યના લક્ષણોને સમયસર ઓળખવા જરૂરી છે.

એક નિષ્ણાંત મનોચિકિત્સકનું કહેવુ છે કે બાળકોનું માનસિક સ્વાસ્થ્ય પણ બગડે છે, પરંતુ માતા-પિતાને શરૂઆતમાં તેની જાણ હોતી નથી. આવી સ્થિતિમાં કેટલાક લક્ષણો પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમારા બાળકની વર્તણૂક બદલાઈ ગઈ હોય અને તે ચીડિયો રહે છે તો આ બાળકના બગડતા માનસિક સ્વાસ્થ્યના પ્રારંભિક લક્ષણો છે.

બાળક કેવુ કરે છે વર્તન ?

બાળક સાથે બનેલી કોઈ ઘટના અથવા પરિવારમાં કોઈના મૃત્યુના દુઃખને કારણે આવું થઈ શકે છે. તબીબી ભાષામાં આને મેન્ટલ ટ્રોમા કહે છે. જ્યારે આવું થાય છે ત્યારે બાળક ખૂબ ઉંઘે છે. અથવા તો ઓછી ઉંઘ લે છે. નાની-નાની વાતો પર ગુસ્સો આવવા લાગે છે. તેના માતાપિતા શું કહે છે તેના પર ધ્યાન આપતા નથી. તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે. ઘણા કિસ્સાઓમાં શાળામાં બનેલી કોઈ ઘટનાને કારણે બાળક માનસિક આઘાત અનુભવે છે પરિણામે તેનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે.

બાળકની સંભાળ કેવી રીતે રાખવી

જો તમને એવુ લાગે કે બાળક ઉદાસ છે તો તમે તેની સાથે વધારે સમય વિતાવો. તેની સમસ્યા સમજવાનો પ્રયાસ કરો. જો બાળક તમને કંઇક કહેવા માગે છે તો તેને સાંભળો પછી જ તમારી રિએક્શન આપો. ઘરનું વાતાવરણ સારું રાખો. જો તમે ઈચ્છો છો કે બાળકનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે તો ઘરનું વાતાવરણ સારું રહે તે જરૂરી છે. આ માટે માતા-પિતાએ બાળકની સામે લડાઈ ન કરવી જોઈએ અને સારું વર્તન રાખવું જોઈએ.

ડૉક્ટરની સલાહ લો

જો બાળકનું માનસિક સ્વાસ્થ્ય બગડતું હોય તો તેનો અર્થ એ છે કે તે હંમેશા ઉદાસ રહે છે. જો તે વિચિત્ર રીતે વાત કરે છે અથવા એકલા રહેવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તમારે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. ડોક્ટર્સ કાઉન્સેલિંગ અને દવાઓ દ્વારા તેની સારવાર કરશે.

(Disclaimer : અહીં રજૂ કરાયેલા મંતવ્યો અને વિચારો જે તે નિષ્ણાંતે આપેલા છે સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતુ નથી.)

  • Follow us on: