- LPG ગેસ સિલિન્ડર ખરીદતી વખતે આ ખાસ કોડ પણ તપાસવો જોઈએ
- LPG ગેસ સિલિન્ડર પર લખેલા A, B, C અને D મહિનાઓ દર્શાવે છે
- ગેસ સિલિન્ડર 50 KG ચોરસ સેન્ટિમીટર સુધીના પ્રેશરનો સામનો કરી શકે છે
LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ તો દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડર પણ એક્સપાયર થઈ શકે છે. આના પર લખેલા નંબરનો એક અર્થ છે, જે તમારા માટે જાણવો ખૂબ જ જરૂરી છે. સિલિન્ડર ખરીદતી વખતે તેનું વજન અથવા લીકેજ તપાસવા સિવાય આ નંબર પણ તપાસવો જોઈએ, નહીં તો મોટી દુર્ધટના બની શકે છે.
એક્સપાયરી ડેટ કેવી રીતે ઓળખવી?
LPG ગેસ સિલિન્ડર પર એક ખાસ કોડ છે. LPG ગેસ સિલિન્ડર ખરીદતી વખતે આ ખાસ કોડ પણ તપાસવો જોઈએ. આ કોડના ગેસ સિલિન્ડરની એક્સપાયર ડેટ જણાવે છે. ઉદાહરણ તરીકે LPG ગેસ સિલિન્ડર પર લખેલા A, B, C અને Dનો અર્થ વર્ષના 12 મહિના છે, જ્યારે નંબર જણાવે છે કે સિલિન્ડર કેટલા સમય સુધી ઉપયોગ માટે માન્ય છે.
ગેસ સિલિન્ડર પર લખેલા A, B, C અને Dનો અર્થ
LPG ગેસ સિલિન્ડર પર લખેલ Aનો અર્થ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનો દર્શાવે છે, Bનો અર્થ એપ્રિલ, મે અને જુન મહિનો દર્શાવે છે, Cનો અર્થ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દર્શાવે છે. જ્યારે Dનો અર્થ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિના દર્શાવે છે. જો તમે આ એક્સપાયરી ડેટ પર ધ્યાન ન આપો અને તેનો સતત ઉપયોગ કરો તો તમારો ગેસ સિલિન્ડર ફાટી શકે છે. તેથી સાવચેત રહો અને ગેસ સિલિન્ડર ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો.
ગેસ સિલિન્ડરનું 5 અને 7 વર્ષ બાદ ટેસ્ટિંગ કરાઈ છે
ઓઈલ કંપની સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર નવા સિલિન્ડર સાત વર્ષ પછી અને જૂના પાંચ વર્ષ પછી ટેસ્ટિંગ માટે જાય છે. દરેક સિલિન્ડર પર ABCD સાથે વર્ષ લખેલું છે. આ ખાતરી કરે છે કે સિલિન્ડર હજી પણ બરાબર છે. આ સમય પછી ફરીથી તપાસ કરવામાં આવે છે.
શું કમ્પોઝિટ સિલિન્ડર સુરક્ષિત છે?
હાલમાં ઇન્ડિયન ઓઇલ દ્વારા કમ્પોઝિટ સિલિન્ડર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સિલિન્ડર સંપૂર્ણપણે સલામત છે. જો તે આગના સંપર્કમાં આવે તો પણ તે વિસ્ફોટ થતો નથી. તે બળીને પોતાનો નાશ કરે છે. ઓઈલ કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સિલિન્ડર ત્રણ લેયરમાં બનેલ છે. તે ફાટતો નથી. તે અંદરથી ઓગળે છે અને ગેસ સામાન્ય રીતે બળીને નાશ થઈ જાય છે.
50 KG ચોરસ સેન્ટિમીટર સુધીના પ્રેશરનો સામનો કરી શકે છે રસોઈ ગેસ
કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર ગેસ સિલિન્ડરમાં સ્ટીલની બોડી છે. તે ગરમ થવાને કારણે ફાટતું નથી, પરંતુ તે ગરમ થયા પછી વધુ પ્રેશર વધરવા લાગે છે. એક સામાન્ય સિલિન્ડર 50 KG ચોરસ સેન્ટિમીટર સુધીના પ્રેશરનો સામનો કરી શકે છે. આનાથી વધુ પ્રેશર વધે છે તો તે કોઈપણ સમયે વિસ્ફોટ થઈ શકે છે.
લીકેજના કિસ્સામાં જ મળે છે વીમો
ઓઇલ કંપનીના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર જો સિલિન્ડર ફાટવાની ઘટના બને છે, તો સિલિન્ડર લીકેજના કારણે બનેલી ઘટના માટે જ વીમાનો દાવો આપવામાં આવે છે. ગેસ લીકેજ ઈન્સ્યોરન્સ ઓઈલ કંપનીઓ જ કરાવે છે. આમાં ઓઈલ કંપનીઓ પહેલા તપાસ કરે છે. આ પછી કેસ વીમા કંપનીને મોકલવામાં આવે છે.